એક વર્ષથી ક્યાં ગાયબ હતો કપિલ શર્મા? કીકૂ શારદાએ કર્યો ખુલાસો
એક વર્ષથી ક્યાં ગાયબ હતો કપિલ શર્મા? કીકૂ શારદાએ જણાવ્યું
કૉમેડિયન કપિલ શર્માનો નવો પ્રોગ્રામ ધી કપિલ શર્મા શોના પહેલા એપિસોડનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. શોના પહેલા મહેમાન સારા અલી ખાન અને રણવીર સિંહ હશે. ટીઝરને જોઈને એતો સ્પષ્ટ છે કે શો પહેલાની જેમ જ હંસી મજાકથી ભરપૂર હશે. ટીઝરમાં કીકૂ શારદા કપિલના એક વર્ષ ગાયબ રહેવાને લઈને મસ્તી કરતી જોવા મળી રહ્યા છે. કીકૂ સિંબા સ્ટારર સારા અને રણવીરને જણાવે છે કે તેઓ સાત રંગના પનીર બનાવે છે. તો કપિલ કીકૂની ટાંગ ખેંચતા કહે છે કે કીકૂ એક જ દિવસ પનીર બનાવે છે. જે બાદ પનીર ધીરે-ધીરે રંગ બદલે છે અને શનિવાર સુધી આવતાં આવતાં પનીર કાળા રંગનું પડી જાય છે.

આના પર કીકૂ કહે છે કે દુનિયાવાળાઓ તમે લોકો જાણવા માંગતા હતાને કે કપિલ શર્મા એક વર્ષ સુધી ક્યાં ગયાબ થઈ ગયા હતા તો તેઓ તો મારા પનીરનો રંગ બદલતો જોઈ રહ્યા હતા. જો કે કપિલ શર્માની કોમેડી શો પર વાપસી થઈ રહી છે જેને પગલે દર્શકો ખુશ જોવા મળી રહ્યા છે.
પ્રોગ્રામની સ્ટારકાસ્ટની વાત કરીએ તો શોમાં ચંદન, કીકૂ શારદા, સુમોના ચક્રવર્તી, રોશેલ રાવ, ભારતી સિંહ અને કૃષ્ણા અભિષેક છે. શો 29 ડિસેમ્બરથી ઓનએર થવા જઈ રહ્યો છે. શો સોની ટીવી પર શનિવારે અને રવિવારે રાત્રે 9.30 વાગ્યે આવશે. જણાવી દઈએ કે કપિલ શર્મા 12 ડિસેમ્બરે ગિન્ની ચતરથ સાથે લગ્ન સંબંધમાં બંધાઈ ગયા છે. તેમના લગ્ન બે રિવાજથી થયાં. લગ્ન બાદ તેમણે અમૃતસરમાં રિસેપ્શન આપ્યું. એમના લગ્ન અને રિસેપ્શનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે.
આ પણ વાંચો- કેન્દ્ર સરકારે પહેલી વાર માન્યુ, નોટબંધી દરમિયાન 4 લોકોએ ગુમાવ્યા જીવ
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
