For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્માર્ટ સિટી અમદાવાદનુ ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશ્નર કરશે રજૂ

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર લોચન સેહરા આજે અમદાવાદ શહેરનુ વર્ષ 2022-23 માટેનુ ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજૂ કરશે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર લોચન સેહરા આજે અમદાવાદ શહેરનુ વર્ષ 2022-23 માટેનુ ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજૂ કરશે. મ્યુનિસિપલ કમિશ્નર લોચન સેહરા ઓનલાઈન વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી બજેટ રજૂ કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીના વર્ષને ધ્યાનમાં રાખીને આ વર્ષે કોઈ પણ પ્રકારના કરવેરા બજેટમાં નાખવામાં આવશે નહિ તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.

ahmedabad

ગયા વર્ષે તત્કાલીન મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમારે 7474 કરોડ રૂપિયાનુ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ હતુ. કમિશ્નર લોચન સેહરા દ્વારા વાસ્તવલક્ષી બજેટ રજૂ કરાશે. કોરોના મહામારીના સમયમાં કમિશ્નર તરફથી રજૂ કરવામાં આવનારુ ડ્રાફ્ટ બજેટ ખાસ કોઈ ઝાકમઝોળવાળુ નહિ હોય. આવનારા ડ્રાફ્ટ બજેટમાં જે પ્રોજેક્ટ સમયસર પૂરા થઈ શકે એમ હોય એવા પ્રોજેક્ટ પર ખાસ ભાર મુકાશે. વિકાસના કામો પર વધુ ભાર મૂકવામાં આવી શકે છે. વળી, કોરોનાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલોનુ અપગ્રેડેશન, નવી હોસ્પિટલ, નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવવા પર ભાર મૂકાશે. ડ્રાફ્ટ બજેટમાં સામાન્ય ટેક્સ, પાણી ટેક્સ, કન્ઝર્વન્સી ટેક્સ વગેરેના દર યથાવત રખાશે. ડોર ટુ ડોર માટેના યુઝર્સ ચાર્જમાં વૃદ્ધિ માટેની દરખાસ્ત રજૂ કરાય તેની સંભાવના છે.

વર્ષ 2021-22માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમારે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં 17.35 ટકા રકમ ડ્રેનેજ પ્રોજેક્ટ માેટ, 14.03 ટકા રકમ રોડ અને બ્રીજ પ્રોજેક્ટ માટે, 10.92 ટકા રકમ એએમટીએસને લોન પેટે, 10.43 ટકા રકમ પાણી પ્રોજેક્ટ માટે, 8.84 ટકા રકમ લેન્ડ એન્ડ હાઉસિંગ પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવી હતી. 85 કરોડ રીવરફ્રન્ટ ફેઝ-ટુ માટે, 25 કરોડ ખારીકટ કેનાલ અને દસ તળાવના વિકાસ માટે અને 310 કરોડ ચાર નવા ફ્લાય ઓવર બ્રીજ માટે તેમજ 633 કરોડ એસટીપી પ્રોજેક્ટ માટે, 498 કરોડ શહેરમાં ઈન્ટરનેશનલ સ્તરના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ માટે ફાળવવામાં આવ્યા હતા. 10 કરોડ ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ અને 20 કરોડ વર્લ્ડ હેરીટેજ સિટી પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવ્યા હતા.

English summary
Ahmedabad Municipal commissioner will present draft budget today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X