For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ઘટતો નરેન્દ્ર મોદીનો ક્રેજ ભાજપની નૈયા ડુબાવી શકે છે ??

ગુજરાતમાં નરેન્દ્ર મોદી ખુબ લોકપ્રિય રહ્યા છે. તેમની લોકપ્રિયતાના સહારે જ 2002 બાદની તમામ ચૂંટણી ભાજપ જીતતું આવ્યું છે. ભાજપ 2014ની અને 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં તમામ લોકસભા બેઠકો અંકે કરવામાં સફળ રહ્યું, જે નરેન

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં નરેન્દ્ર મોદી ખુબ લોકપ્રિય રહ્યા છે. તેમની લોકપ્રિયતાના સહારે જ 2002 બાદની તમામ ચૂંટણી ભાજપ જીતતું આવ્યું છે. ભાજપ 2014ની અને 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં તમામ લોકસભા બેઠકો અંકે કરવામાં સફળ રહ્યું, જે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને આભારી છે. ગુજરાતમાં નાના બાળકોથી માંડીને વડીલો સુદ્ધાં તમામ તેમના ચાહક રહ્યા છે. નરેન્દ્ર મોદીની ભાષણની શૈલી અને વિવિધ પ્રકારની રાજકીય પ્રયુક્તિઓ દ્વારા લોકોની નજરમાં રહે છે.

PM Modi
ત્યારે, હવે નરેન્દ્ર મોદીનો ચાહક વર્ગ ઓછો થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમોમાં તેમને ચાહનારો વર્ગ ઓછો થઇ રહ્યો છે. વડાપ્રધાનની ચૂંટણી રેલીઓમાં ઉમટી પડનારો ચાહક વર્ગ પણ હવે ઓછો થઇ રહ્યો છે. સરકારી તંત્રનો ઉપયોગ કરીને ભીડ કરવા માટે પ્રયાસ કરવા છતાં નરેન્દ્ર મોદીની રેલીઓમાં ભીડ પહેલાં જેટલી જોવા મળતી નથી. વડાપ્રધાનનો કટ્ટર ચાહક વર્ગ ઓછો થતો રહ્યો છે.

જે શોસિયલ મિડિયાના સહારે ભાજપ અને નરેન્દ્ર મોદી મજબુત બન્યા છે. સોશિયલ મીડિયા પર હવે નરેન્દ્ર મોદીને આકરા સવાલો અને નિષ્ફળ નેતા તરીકે જ રજૂ કરવામાં આવે છે. જ્યાં, હવે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને સોશિયલ મીડિયામાં સમર્થન મળે છે. નેટીઝ્ન્સનો કેજરીવાલ અને આમ આદમી તરફી ઝોક વધતો જાય છે. ત્યારે, શું નજીકના ભવિષ્યમાં ભાજપની ઘટતી લોકપ્રિયતા હવે ભાજપના અસ્ત તરફ જઇ રહી છે !

English summary
Can Narendra Modi's declining popularity in Gujarat sink the BJP's strategy?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X