• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાત 2015 : 21000 MoU, 25 લાખ કરોડનું રોકાણ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 12 જાન્યુઆરી : ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિરમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2015ના બીજા દિવસે સાંજે સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો.

વાઇબ્ર્ન્ટ ગુજરાત સમિટના સમાપન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ - મુખ્યમંત્રી, સમિટ સંબંધિત એમઓયુ અને અન્ય મહત્વની માહિતી આપી હતી. જેમાં 21000 એમઓયુ થકી ગુજરાતમાં 25 લાખ કરોડનું રોકાણ આવશે તેવી માહિતી આપી હતી.

એમઓયુ સિવાય કયા મહત્વના મુદ્દાઓ અંગે વાત કરી તે જાણવા આગળ ક્લિક કરો...

1. 25 લાખ કરોડનું મૂડીરોકાણ આવશે

1. 25 લાખ કરોડનું મૂડીરોકાણ આવશે


વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2015માં 21000 એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે. જેમાં 1225 સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટેના એમઓયુ છે. વાઇબ્ર્ન્ટ ગુજરાત 2015 દ્વારા ગુજરાતમાં કુલ 25 લાખ કરોડની મૂડી આવશે.

2. એક મહિનામાં ઔદ્યોગિક નીતિમાં વધુ સુધારા કરાશે

2. એક મહિનામાં ઔદ્યોગિક નીતિમાં વધુ સુધારા કરાશે


આવનારા એક મહિનામાં ગુજરાત સરકાર નવી નીતિઓ બનાવીશું. જે અંતર્ગત મહત્તમ લાભ, ઝડપી પ્રક્રિયા અને સુવ્યવસ્થિત મોનિટરિંગની વ્યવસ્થા સરકાર ઉભી કરશે. જે જિલ્લામાં તેમને એમઓયુ કર્યા હશે તેમાં જિલ્લા કક્ષાએ એક સેલ ઉભો કરીને સરકાર તેમની તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે કામ કરશે.

3. વધારે સારું સંકલન કરાશે

3. વધારે સારું સંકલન કરાશે


ચીફ મોનિટરિંગ ઓફિસર ઉદ્યોગ વિભાગને દર મહિને રિપોર્ટ આપીને કામ આગળ વધશે. કેન્દ્ર સરકારના મંત્રાલય સાથે ચર્ચા કરીને ઝડપી મંજુરી મળે તે માટે અધિકારીઓની ટીમ તૈયાર કરાશે.

4. CMની અધ્યક્ષતામાં મોનિટરિંગ કમિટીની રચના

4. CMની અધ્યક્ષતામાં મોનિટરિંગ કમિટીની રચના


ગુજરાતના મુખ્યમંત્રીના અધ્યક્ષપણા હેઠળ એક કમિટી બનશે જે પ્રોગ્રેસ, પોલીસીનું મોનિટરિંગ કરશે. દર ત્રણ મહિને મીટિંગ મળશે. તેમાં સરકાર પ્રશ્નોનો ઉકેલ લાવશે. મને આશા છે તે તેના અમલમાં કોઇ મુશ્કેલી નહીં નડે.

5.MSME પર વધારે ભાર મૂકાશે

5.MSME પર વધારે ભાર મૂકાશે


આપણે લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ પર ભાર મૂકી રહ્યા છે. તેમના માટે ખાસ ટીમ બનાવવામાં આવશે. તેમાં સૌથી સાથે એક સરખું વર્તન કરવામાં આવશે. બધાને ટોપ પ્રાયોરિટી આપવામાં આવશે. તમામને સરકારી નીતિઓનો લાભ આપવામાં આવશે.

6. સ્કીલ ડેવલપમેન્ટ માટે એમઓયુ

6. સ્કીલ ડેવલપમેન્ટ માટે એમઓયુ


સરકાર છેવાડાના માનવી માટે હોય છે, વિધવા માતાઓ માટે હોય છે. ગરીબી નિર્મૂલન માટે નાના અને મધ્યમ ઉદ્યોગો મહત્વનું સાધન બને છે. આ કારણે સ્કીલ ડેવલપમેન્ટ માટે વિદેશની કંપનીઓએ એમઓયુ સાઇન કર્યા છે. તેનું ઝડપથી અમલીકરણ કરવામાં આવશે.

7. જમીન સંબંધિત પ્રશ્નોનો સત્વરે નિકાલ

7. જમીન સંબંધિત પ્રશ્નોનો સત્વરે નિકાલ


જમીનના પ્રશ્નો અમે દૂર કરીશું. અમે જમીનના પ્રશ્નોના ઉકેલ માટે આ સંદર્ભમાં સૌને ઇમેઇલ કરીને જાણ કરીશું કે તેના માટે જિલ્લા કક્ષાએ અધિકારી હોય તેને મળીને તેનું ટાઇટલ ક્લીયર છે કે નહીં તે ચેક કરીને પછી જ ખરીદે તેવી વ્યવસ્થા અમે ગોઠવવા માંગીએ છીએ.

8. વાઇબ્રન્ટ સમિટ ઓટો પાયલટ મોડમાં

8. વાઇબ્રન્ટ સમિટ ઓટો પાયલટ મોડમાં


પોતાના ભાષણ દરમિયાન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીને પગલે તેમણે સમિટનો વ્યાપ વધારવા નિરંતર પ્રયાસો કર્યા છે. મોદીજીના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં દરેક કાર્ય એવી રીતે તૈયાર થયા છે કે હવે તે ઓટો પાયલોટ મોડમાં ચાલી રહી છે.

9. ડિજિટલ ડેવેલપમેન્ટ તરફ પ્રયાણ

9. ડિજિટલ ડેવેલપમેન્ટ તરફ પ્રયાણ

વાઇબ્રન્ટ સમિટ વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયાને સાકાર કરવામાં પણ તે મહત્વની ભૂમિકા ભજવશે. ગુજરાત સાથે યુએસએ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી છે. વર્લ્ડ બેંક ગુજરાત સાથે સ્વચ્છતા મિશન અને સ્માર્ટસિટી સાથે સહયોગ કરશે.

10. ઇન્વેસ્ટર ફ્રેન્ડલી ગુજરાત

10. ઇન્વેસ્ટર ફ્રેન્ડલી ગુજરાત

આ સમિટમાં પાર્ટનર બનનારા દેશો, જે તે ઉદ્યોગોના એક્સપર્ટ્સનો હું આભાર માનુ છું. 7થી 9 જાન્યુઆરીએ આયોજિત પ્રવાસી ભારતીય દિવસ પણ અમારા માટે મહત્વનો રહ્યો. મહાત્વિવિધ ક્ષેત્રોમાં થયેલા કરારો ગુજરાતને સર્વાંગી વિકાસ કરવામાં મદદ કરશે. ગુજરાતની જેમ ભારતમાં પણ ઇન્વેસ્ટર ફ્રેન્ડલી માહોલ ઉભો થશે. ઇન્વેસ્ટર્સને રોકાણની પ્રક્રિયાનું સરળીકરણ થશે, સરળ નીતિઓ હશે અને તેમને વધારે લાભ પ્રાપ્ત થશે. મા ગાંધીની સ્વદેશ આગમનની 100મી વર્ષગાંઠે આ ઇવેન્ટને ખાસ બનાવી હતી. આ ઉપરાંત કાઇટ ફેસ્ટિવલનું પણ શાનદાર આયોજન કરવામાં આવ્યું. આ બધા માટે સરકારી અધિકારીઓનો આભાર માનુ છું.

English summary
10 highlights of Valedictory Function, Vibrant Gujarat Summit 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X