For Daily Alerts
વીડિયો: શાળામાં વૃક્ષારોપણ કરતા દેખાયો, 15 ફૂટ લાંબો અજગર
સાબરકાંઠાના ઇડરમાં આવેલી કમાલપુર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણના સમયે બાજુના ખેતરમાં અજગર હોવાની જાણ થઈ હતી. આ સમયે એસએમસીના અધ્યક્ષ પ્રસન્નકુમાર શાળાની મુલાકાતે આવેલા હતા. તેમણે સાવચેતી વાપરીને સાવધાની પૂર્વક શાળાના મેદાનમાંથી આશરે 14થી 15ફૂટ લાંબા અજગરને લાકડી તથા દોરડા વડે પકડી લીધો હતો.
આ કદાવર અજગર 20થી 25 કિલોનું વજન ધરાવતો હતો. અજગર દેખાયાની જાણ શાળાના આચાર્યએ વન વિભાગને કરતા વન વિભાગના કર્મચારીઓ આ અજગરને આવીને લઈ ગયા હતા અને તેને સલામત સ્થળે છોડી મૂક્યો હતો. જો કે તે પછી શાળા પાસેથી આટલો મોટા કદાવર અજગર મળી આવાની વાતે વાલીઓની ચિંતા વધારી હતી.
જો કે ગ્રામજનોએ અને બાળકોએ પહેલી વાર આવો મોટો અજગર નજરે જોતા ભારે કુતૂહલતા બતાવી હતી. જુઓ આ ભીમકાળ અજગરને આ વીડિયોમાં...