અલ્પેશ ઠાકોર સહિત કોંગ્રેસના 2 ધારાસભ્યોનું રાજીનામું
અલ્પેશ ઠાકોર સહિત કોંગ્રેસના 2 ધારાસભ્યોનું રાજીનામું
ગાંધીનગરઃ આજે ગુજરાતની રાજ્યસભાની બે સીટ માટે પેટાચૂંટણી યોજાઈ હતી. અમીત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભા પહોંચતાં તેમની ખાલી પડેલ સીટ પર ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં અલ્પેશ ઠાકુરે વ્હિપ અપાયો હોવા છતાં ક્રોસ વોટિંગ કર્યું હતું. ક્રોસ વોટિંગ કર્યા બાદ અલ્પેશ ઠાકુરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. અલ્પેશ ઠાકુરે મતદાન કર્યા બાદ કહ્યું હતું કે મેં મારા અંતરાત્માના અવાજને સાંભળીને મત આપ્યો છે.

પત્રકારો સાથેની વાતચીતમાં અલ્પેશ ઠાકોરે સ્વીકાર્યું કે તેણે ભાજપને મત આપ્યો છે. અલ્પેશે કહ્યું કે દેશને આગળ ધપાવવા ઈચ્છે છે તેવા કેન્દ્રીયન નેતૃત્વને ધ્યાનમાં રાખી મત આપ્યો છે. રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે પત્રકારોને કહ્યું કે, 'મારા સમાજના ગરીબો સુધી સુવિધાઓ પહોંચાડવા માગું છું, તેમના માટે કામ કરવા માગું છું. મેં રાજીનામું આપી દીધું છે.'
અલ્પેશ ઠાકોરે વધુ કહ્યું કે 'હું કોંગ્રેસમાં જોડાયો ત્યારથી જ માનસિક ત્રાસ અનુભવી રહ્યો હતો. કોંગ્રેસ નેતૃત્વ જમીની સ્તરે કામ કે તપાસ નથી કરી રહ્યં.' જાણવા મળી રહ્યું છે કે અલ્પેશ ઠાકુરે જ નહિ બલકે તેમની સાથે બીજા એક કોંગ્રેસી ધારાસભ્ય ધવલ સિંહ ઝાલાએ પણ ક્રોસ વોટિંગ કર્યા બાદ રાજીનામું આપી દીધું છે. અલ્પેશ ઠાકોરે વધુમાં સ્વીકાર્યું હતું કે તેને વ્હિપ મળ્યો હતો અને છતાં તેણે સ્વિપનો અનાદર કર્યો ત્યારે કોંગ્રેસ પાસે એક વિકલ્પ રહેશે કે તેઓ વ્હિપના અનાદર મામલે કોર્ટમાં જાય અને કાયદા પ્રમાણે અલ્પેશ પર ચૂંટણી લડવા માટે 6 વર્ષ સુધી પ્રતિબંધ લગાવવાનો પ્રયત્ન કરી શકે છે. ત્યારે અલ્પેશ ઠાકુરના રાજકીય કારકિર્દી પર મોટો સવાલ લાગી ગયો છે.
પક્ષને રાજ્યસભામાં મત ન આપે ત્યારે એન્ટી ડિફેક્શન લો લાગે. જયરાજસિંહે કહ્યું કે પ્રજાએ કોંગ્રેસના સિમ્બોલ પર અલ્પેશ ઠાકોરને મત આપ્યો હતો ત્યારે અલ્પેશ ઠાકુરે પક્ષને તો દગો આપ્યો જ છે સાથોસાથે પ્રજાના મતનો પણ અનાદર કર્યો છે, તેણે પ્રજા સાથે પણ ગદ્દારી કરી છે.
આ પણ વાંચો- હરેન પંડયા મર્ડર કેસઃ સુપ્રીમ કોર્ટે 12 આરોપીઓને દોષી ઠેરવ્યા
-
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આસામના મતદારોને ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
'મારા પતિએ 9 મહિલાઓ સાથે સંબંધ રાખ્યા', જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું; 14 વર્ષ સાથે રહ્યા પછી જે થયું તે ચો -
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર











Click it and Unblock the Notifications
