For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત પર મંડરાયાં ખતરાના વાદળ, અરબ સાગરમાં બે વાવાઝોડાં સક્રિય

ગુજરાત પર મંડરાયાં ખતરાના વાદળ, અરબ સાગરમાં બે વાવાઝોડાં સક્રિય

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ પાછલા અઠવાડિયે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળણાં આવેલ ચક્રવાતી તોફાન અમ્ફાને જબરદસ્ત તબાહી મચાવી હતી, આ તોફાનના કારણે પશ્ચિમ બંગાળણાં 85 લોકોના મોત થયાં હતાં અને કરોડોનું આર્થિક નુકસાન પણ થયું હતું, બંગાળના સીએણ મમતા બેનરજીએ કહ્યું હતું કે આ કોરોનાથી પણ ખતરનાક તોફાન હતું, જેણે રાજ્યને ભારે નુકસાન પહોંચાડ્યું છે, આ તબાહીથી હજી દેશ ઉભરી નથી આવ્યો કે વધુ એક વાવાઝોડું દરિયાકાંઠે ટકરાવવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે હવામાન ખાતાએ જાણકારી આપી છે કે ગુજરાત પર ચક્રવાતી તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે.

ગુજરાત પર વાવાઝોડાંનો ખતરો

ગુજરાત પર વાવાઝોડાંનો ખતરો

જણાવી દઈએ કે ભારતીય હવામાન ખાતાએ જણકારી આપી છે કે ગુજરાતના અરબ સાગરમાં એક નવું ચક્રવાત પેટર્ન સકરિય થઈ રહ્યું છે, જે 3 જૂનની આસપાસ ગુજરાતના તટ સાથે ટકરાઈ શકે છે, હાલ અત્યારની સ્થિતને જોતા કહી શકાય છે કે એક શક્તિશાળી તોફાન જૂનના પહેલા અઠવાડિયામાં ગુજરાતના તટ સાથે ટકરાઈ શકે છે, જેનાથી ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાય જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાત પર એક નહિ બે વાવાઝોડાનો ખતરો

ગુજરાત પર એક નહિ બે વાવાઝોડાનો ખતરો

IMDએ કહ્યું કે ગુજરાત પર એખ નહ બે તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે, વિભાગ મુજબ પહેલું તોફાન 1થી 3 જૂન દરમિયાન અને બીજું તોફાન 6 જૂનના રોજ આવે તેવી સંભાવના છે. જો 1-3 જૂન વચ્ચે તફાન આવે છે તો તોફાનની ગતિ 110 કિમી પ્રતિ કલાકની આસપાસ હશે જે સૌરાષ્ટ્ર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લાને પ્રભાવિત કરશે, જ્યારે 6 જૂનવાળું તોફાન ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોને પ્રભાવિત કરશે.

શા માટે આવે છે ચક્રવાત?

શા માટે આવે છે ચક્રવાત?

પૃથ્વીના વાયુમંડળમાં હવા હોયછે, સમુદ્રની ઉપર પણ જમીનની જેમ જ હવા હોય છે, હવા હંમેશા ઉચ્ચ દબાણથી નિમ્ન દબાણવાળા ક્ષેત્ર તરફ આગળ વધે છે. હવા જ્યારે ગરમ થઈ જાય છે તો હળવી થઈ જાય ચે અને ઉપર ઉઠવા લાગે છે, જ્યારે દરિયાનું પાણી ગરમ થઈ જાય છે તો તેની ઉપર રહેલી હવા પણ ગરમ થઈ જાય છે અને ઉપર ઉઠવા લાગે છે. આ કારણે નિમ્ન દબાણનું ક્ષેત્ર બનવા લાગે છે, આસપાસ રહેલી ઠંડી હવા નિમ્ન દબાણવાળા આ ક્ષેત્રને ભરવા માટે આ તરફ આગળ વધવા લાગે છે, પરંતુ પૃથ્વી પોતાની ધરી પર ફરતી રહેતી હોવાના કારણે આ હવા સીધી દિશામાં આવવાને બદલે ફરવા લાગે છે અને ચક્કર લગાવતાં એ દિશા તરફ આગળ વધ છે, આને ચક્રવાત કહેવાય છે.

આવી રીતે ચક્રવાતના નામ રાખવામાં આવે છે

આવી રીતે ચક્રવાતના નામ રાખવામાં આવે છે

જણાવી દઈએ કે 1945 પહેલા કોઈપણ વાવાઝોડાના એકેય નામ નહોતા, જેના કારણે હવામાન ખાતાના વૈજ્ઞાનિકોને ભારે સમસ્યાનો થતી હતી. જ્યારે તેઓ પોતાના અધ્યયનમાં કોઈ ચક્રવાતનો ઉલ્લેખ કરતા હતા કે ચરચા કરતા હતા ત્યારે વર્ષ જરૂર લખવું પડતું હતું અને વર્ષમાં થોડી ણ ભૂલ થઈ જાય તો આખું ગણીત બદલાઈ જતું હતું. આ સમસ્યાથી નિપટવા માટે 1945થી વિશ્વ હવામાન સંગઠને ચક્રવાતોને નામ આપવાનો નિર્ણય કર્યો અને ત્યારથી જ અત્યાર સુધી જેટલા ચક્રવાત આવ્યા તે તમમને અલગ અલગ નામ આવામાં આવ્યાં છે.

ICUમાં યુવતી પર ગેંગરેપ, કાગળ પર લખીને જણાવ્યો હેવાનિયતનો કિસ્સોICUમાં યુવતી પર ગેંગરેપ, કાગળ પર લખીને જણાવ્યો હેવાનિયતનો કિસ્સો

English summary
2 cycone ctive in arabian sea can create problem for gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X