For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખંભાત અને સુરત જિલ્લાના માંડવીમાં ત્રણ ઇંચ વરસાદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 8 જુલાઇ: ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન આણંદ જિલ્લાના ખંભાતમાં ૭પ મી.મી. અને સુરત જિલ્લાના માંડવીમાં ૭પ મી.મી. એટલે કે ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૮-૭-ર૦૧૩ના રોજ સવારે ૭.૦૦ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન બરવાળા પ૦ મી.મી., બાવલા ૪૪ મી.મી., કુતિયાણા પ૦ મી.મી. માણાવદર પપ મી.મી. અને બોટાદ પર મી.મી. મળીને કુલ પાંચ તાલુકાઓમાં બે ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે.

મળતી વિગતો અનુસાર સુરત જિલ્લામાં મેઘરાજાએ ધીમીગતિએ જિલ્લાના અમૂક વિસ્તારોમાં સારા એવા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે કેટલાક તાલુકાઓ કોરા રહ્યાં હતાં. જેમાં કામરેજમાં ૨૦ મિમી, માંડવીમાં ૨૭ મિમી, માંગરોળ ૦૭ મિમી, ઓલપાડમાં ૦૩ મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓ કોરા રહ્યાં હતાં.

ઉકાઈમાં પાણીની આવક સતત વધી રહી છે. આમ તો ઉકાઈના કેચમેટ એરિયામાં પણ વરસાદ વરસી રહ્યો નથી પરંતુ હથનુરમાંથી સતત પાણીની આવક થતી હોય ઉકાઈની સપાટી વધવા લાગી છે. ગઈકાલની સરખામણીમાં આજે ઉકાઈની સપાટીમાં વધુ એક ફૂટનો વધારો થયો છે અને સપાટી હવે ૩૨૦ની નજીક પહોંચવા પામી છે. જ્યારે પાણીની આવક પણ વધી છે પરંતુ બીજી તરફ ઇનફલો વધારાયો નથી. એટલે સતત સપાટી વધી રહી છે.

clouds

આજે ઇકાઈમાં પાણીની આવક ૫૫,૨૪૫ કયૂસકે રહી છે, જ્યારે આઉટફલો ૯૦૦ પર જાળવી રખાયો છે. આજે ઉકાઈની સપાટી ૩૧૯.૩૪ રહી હતી. ઉકાઈના ઉપરવાસમાં આમ તો વરસાદ નથી પરંતુ મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારમાં પડેલા વરસાદને લીધે સપાટી વધી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે જુનના પહેલા સપ્તાહથી જ વરસાદનો આરંભ થઇ જતા રાજયના ૨૦૩ સિંચાઇ યોજનાના જળાશયોમાં પાણીની આવક સરેરાશ પ૩.૩૦ ટકા થઇ છે. સામાન્યરીતે સરેરાશ ૭૯૮ મિ.મિ. વરસાદ નોંધાવવો જોઇએ તેની સામે આજે સવારે સાત વાગ્યા સુધીમાં સરેરાશ ૨૭૪.૧પ મિ.મિ. સાથે ૩૪.૩પ ટકા વરસાદ નોંધાયો છે. જેનાપગલે જળાશયોમાં ૧૧૨૯૨.૮૮ મિલીયન કયુબિક મિટર પાણીનો સંગ્રહ થયો છે. એકંદરે ગયા વર્ષ કરતા જળાશયોમાં ૧૯૧૮.૧૬ એમ.સી.એમ. વધારાના પાણીનો સંગ્રહ થયો છે.

જયારે વિરમગામ, ગોધરા, ભેંસાણ, જૂનાગઢ, પાલીતાણા, ચીખલી, ઉમરગામ અને વલસાડ તાલુકામાં એક ઇંચ જેટલો અને અન્ય રપ તાલુકાઓમાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, દાહોદ, અમરેલી, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં વરસાદ થયાના અહેવાલો નથી.

English summary
3 inch rain in Khambhat and Mandvi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X