India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: વડોદરામાં ઘૂસ્યો વિશાળકાય મઘર, 2 કલાકે પકડાયો

|
Google Oneindia Gujarati News

વડોદરાઃ વડોદરામાં અવારનવાર રસ્તાઓ પર હરતા ફરતા મઘર મળી આવે છે. ગત રાત નેશનલ હાઈવે સ્થિત દરજીપુરા એરફોર્સ સ્ટેશન પર 6.6 ફીટ લાંબો મઘર જોવા મળ્યો. જેના પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો. જો કે રેસ્ક્યૂ ટીમ તરત ઘટના સ્થલે પહોંચી ગઈ. તે મઘરને કાબૂમાં લેવામાં 2 કલાકનો સમય લાગ્યો. ટીમના સભ્યો જેવી મઘરને પકડવાની કોશિશ કરતા તે કરડવા દોડતો. જો કે ઘણી મહેનત બાદ તેને પકડી વનવિભાગને સોંપી દીધો. મઘર ક્યાંથી આવ્યો તે અંગે હજુ કંઈ સત્તાવાર માહિતી મળી નથી. જો કે જણાવવામાં આવી રહ્યું છે કે મઘર વિશ્વામિત્રી નદીમાંથી આવ્યો હશે.

વિશ્વામિત્રી નદીથી વડોદરા સીટીમાં ઘૂસી રહ્યા છે મઘર

વિશ્વામિત્રી નદીથી વડોદરા સીટીમાં ઘૂસી રહ્યા છે મઘર

વિશ્વામિત્રી નદી મઘરો માટે જ ઓળખાય છે. જુલાઈ-ઓગસ્ટના મહિનામાં જ્યારે ભયંકર વરસાદને પગલે વડોદરા પૂરથી પ્રભાવિત થયું હતું ત્યારે શહેરમાં મઘર ફરતા થઈ ગયા હતા. જે બાદ કેટલાય વીડિયો વાયરલ થયા હતા. હવે ફરી એક વીડિયો પકડવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો દરજીપુરા એરફોર્સ સ્ટેશન વિસ્તારનો છે. જેમાં તમે જોઈ શકો છો કે રેસ્ક્યૂ ટીમ તેને કાબૂમાં કરવાની કોશિશ કરે છે, જ્યારે મઘર ભાગાની ફિરાકાં હતો.

2 કલાકમાં સુરક્ષિત પકડ્યો

2 કલાકમાં સુરક્ષિત પકડ્યો

સંવાદદાતાએ જણાવ્યું કે વન્યજીવ પ્રેમી હેમંત વઢવાણાને દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં મહાકાય મઘર હોવાના અહેવાલ મળ્યા હતા. જેને પગલે તેઓ પોતાની ટીમ સાથે ઘટના સ્થલે પહોંચી ગયા. સાથે જ વન વિભાગના અધિકારીઓ પણ ત્યાં દોડી આવ્યા. બંને ટીમો દ્વારા 2 કલાકની જહેમત બાદ આ મઘરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો.

વડોદરામાં સૌથી વધુ મઘર નિકળ્યા

વડોદરામાં સૌથી વધુ મઘર નિકળ્યા

પાછલા દિવસોમાં આરએફઓ નિધિ દવે સાહેબે જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસાની સીઝનમાં 22 સપ્ટેમ્બર સુધી 76 મઘર પકડાયા. જેમાંથી 41 મઘરને 16 ઓગસ્ટ બાદ કપડવામાં આવ્યા. એટલે કે અહીં મોટી સંખ્યામાં મઘર મળ્યા. આટલા મઘર અન્ય એકેય શહેરમાં ઘૂસ્યા હોવાના અહેવાલ નથી આવ્યા. નિધિ દવેએ માન્યું કે મઘર માણસોની સોસાયટીમાં હજુ પણ હોય શકે છે. માટે ટીમોને સૂચનાઓનો ઈંતેજાર રહે છે.

લોકો માટે મોટી આફત બની ગયા

લોકો માટે મોટી આફત બની ગયા

અગાઉ જ્યારે અડધાથી વધુ શહેર પાણીની લપેટમાં આવી ગયા હતા અને કેટલીય જગ્યએ છતો સુધી પાણી ભારાઈ ગયા હતાં. આ મુસિબતમાં વચ્ચે સૌથી મોટી આફત લોકો માટે મઘર બની ગયા હતા. મઘરો દ્વારા માણસો અને પાલતૂ જાનવરો પર હમલો કર્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા.

ઘરથી બહાર નિકળવાથી પણ ડરી રહ્યા હતા

ઘરથી બહાર નિકળવાથી પણ ડરી રહ્યા હતા

જ્યારે શહેરમાં મઘર જોઈ જોઈને લોકોના મનમાં ડર એટલી હદે વધી ગયો હતો કે તેઓ ઘરોથી બહાર નિકળતાં પણ ડરવા લાગ્યા હતા. એક મનોચિકિત્સક રાકેશ જાડેજાએ જણાવ્યું કે આવી ઘટનાઓની અસર લોકોના દિમાગ પર પડવા લાગી. જેને આપણે મઘર ફોબિયા કહી શકીએ છીએ.

31 જુલાઈના પૂર બાદ મઘર આવી ગયા

31 જુલાઈના પૂર બાદ મઘર આવી ગયા

31 જુલાઈએ આવેલ પૂર બાદ શહેરમાં મઘર ઘૂસી ગયા હતા. ત્યારે વન સહાયક સંરક્ષક વિનોદ દામોદરે કહ્યું હતું કે, મઘરોને પકડવા માટે 6 ટીમની રચના કરવામાં આવી છે. સાથે જ બિન સરકારી સંગઠનોના સ્વયંસેવક અને એનડીઆરએફની ટીમે પણ લગાવવામાં આવી.

વિશ્વામિત્રી નદીમાં છે 10 ફીટ લાંબા મઘર

વિશ્વામિત્રી નદીમાં છે 10 ફીટ લાંબા મઘર

અધિકારી મુજબ વિશ્વામિત્રી નદીમાં 10 ફીટની સુધીની લાંબાઈ ધરાવતા મઘર છે, પરંતુ અત્યાર સુધી પકડાયેલ મોટાભાગના મઘર પાંચ ફૂટથી ઓછી હાઈટના હતા. જો કે ઓગસ્ટમાં એનડીઆરએફની એક ટીમે 10 ફીટ લાંબો મઘર પણ પકડ્યો.

દુનિયાનું સૌથી અનોખું શહેર જ્યાં ગાડીઓ પર છે પ્રતિબંધદુનિયાનું સૌથી અનોખું શહેર જ્યાં ગાડીઓ પર છે પ્રતિબંધ

English summary
6 feet long crocodile caught from vadodara
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X