69માં ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતની ઝાંખી છવાઇ

Posted By:
Subscribe to Oneindia News

દિલ્હી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દબદબાપૂર્વક 69માં ગણતંત્ર દિવસની ઉજવણી ઉજવવામાં આવી હતી. જેમાં વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓને રજૂ કરવામાં આવી હતી. નોંધનીય છે કે 69માં ગણતંત્ર દિવસની ઉજવણી પર 10 એશિયાઇ દેશાના રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતના મુખ્ય અતિથિ બન્યા હતા. અને આ અનોખો અવસર પર તેમની સમક્ષ વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં આ વખતે ગાંધીજીને બે પ્રતિમાઓ અલગ અલગ ઝાંખીઓમાં આ પરેડમાં જોવા મળી હતી. એક આકાશવાણીની ઝાંખી અને બીજી ગુજરાતની ઝાંખી પર ગાંધીજીની પ્રતિમા જોવા મળી હતી. નોંધનીય છે કે આ વખતના 69માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ગુજરાતની ઝાંખી મહાત્મા ગાંધીબાપુ અને સાબરમતી આશ્રમના થીમ પર બનાવવામાં આવી હતી. અને ગાંધીજી તથા સાબરમતી આશ્રમ દ્વારા ગાંધી વિચારોને લોકો સમક્ષ મૂકવામાં આવ્યા હતા.

gujarat

ઉલ્લેખનીય છે કે ગત દિવસો ગાંધીજીના અમદાવાદ ખાતે આવેલા સાબરમતી આશ્રમનું મહત્વ અનોખી રીતે વધ્યું છે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે જાપાન, ચીન અને ઇઝરાયેલના વડાપ્રધાને ગુજરાતના મુખ્ય અતિથિ બન્યા હતા. અને આ ત્રણેય મહાનુભાવોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમદાવાદમાં સાબરમતી ખાતે આવેલા ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. વધુમાં હાલમાં અમદાવાદ ખાતે આવેલા ગાંધી આશ્રમમાં વિદેશી પર્યટકો સમતે સ્થાનિક પર્યટકોની સંખ્યા પણ વધી છે. જે ફરી એક વાર ગુજરાતમાં ગાંધી વિચારધારાને આગળ વધારવા માટે મદદરૂપ બની છે. ત્યારે આ જ વાતને કદાચ ગણતંત્ર પરેડની ઝાંખીમાં પણ રજૂ કરવામાં આવી હોય તેમ લાગે છે.

English summary
69 Republic day parade : Gujarat State tableau represented Gandhiji them.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.