For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

અમદાવાદમાં આપનું પોસ્ટર વોર, વડોદરામાં ચૂંટણી, ગુજરાતનો દરિયાઇ માર્ગે એલર્ટ... વધુ જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અમદાવાદમાં આપનું પોસ્ટર વોર શરૂ

અમદાવાદમાં આપનું પોસ્ટર વોર શરૂ

અમદાવાદમાં આપ દ્વારા ભાજપ અને અમિત શાહ વિરોધી પોસ્ટર લગાવેલા જોવા મળ્યા હતા. જેમાં નરેન્દ્ર મોદીની સરકારને સેના વિરોધી કહેવામાં આવી હતી. સાથે જ જનરલ ડાયર તરીકે અમિત શાહ પર પણ નિશાનો તાકવામાં આવ્યો હતો. નોંધનીય છે કે સુરતમાં જ્યારે આમ આદમી પાર્ટીએ રેલી કરી હતી. ત્યારે અરવિંદ કેજરીવાલને ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. ત્યારે લાગે છે કે આપના આ પોસ્ટર આવા જ પોસ્ટરના જવાબરૂપ છે.

વડોદરામાં 27 નવેમ્બરે યોજાશે 2 પેટાબેઠકની ચૂંટણી

વડોદરામાં 27 નવેમ્બરે યોજાશે 2 પેટાબેઠકની ચૂંટણી

વડોદરામાં બે પેટા બેઠકની ચૂંટણી 27 નવેમ્બરે યોજાશે જેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આઇ.યુ.પટેલના અવસાનથી ખાલી પડેલી જિલ્લા પંચાયતની વલણ બેઠક તેમજ ચૂંટાયેલા સભ્ય દ્વારા રાજીનામું આપવાથી ખાલી પડેલી કરજણ તાલુકા પાંચાયતની ચોરંદા ખાતેની બેઠકની પેટાચૂંટણી આગામી તા.27 નવેમ્બરે યોજાશે.

પારડીમાં દીપડો પાંજરે પૂરાતા નાગરિકોને રાહત

પારડીમાં દીપડો પાંજરે પૂરાતા નાગરિકોને રાહત

વલસાડમાં છેલ્લા કેટલાય સમયથી દીપડો લોકોને પોતાના શિકાર બનાવતો હતો. આ દીપડો પાંજરે પૂરાતા લોકોએ ભારે રાહત અનુભવી હતી. વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં છેલ્લા 2 વર્ષથી દીપડો લોકોના ભોગ લેતો હતો. ત્યારે આ દીપડાને વન વિભાગ ભારે પ્રયાસ બાદ પકડી પાડ્યો છે. દીપડાને પાંજરે પૂરતા આસપાસના તમામ ગ્રામિણોએ હાશકારો અનુભવ્યો છે.

ધોળકા બગોદરા અકસ્માતમાં વધુ એકનું મોત

ધોળકા બગોદરા અકસ્માતમાં વધુ એકનું મોત

લાભ પાંચમના દિવસે ધોળકા બગોદરા હાઇવે પર થયેલા અકસ્માતમાં વધુ એકનું મોત થતા મૃતકાંક પંદરે પહોંચ્યો છે. લાભપાંચમના દિવસે જ ધોળકા બગોદરા હાઇવે પર થયેલા અકસ્માતે એક સાથએ 14 યુવાનોનો ભોગ લીધો હતો. આ જીવલેણ અકસ્માતમાં અન્ય 3 યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હાત જેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી સારવાર દરમિયાન વધુ એક યુવાનનું મોત થતા સોખડા ગામના વધુ એક યુવાને જીવ ગુમાવ્યો હતો.

ગુજરાતના જળમાર્ગે એલર્ટ

ગુજરાતના જળમાર્ગે એલર્ટ

બોટ એશોસિયેશને, દરેક માછીમારોને તેમજ બોટ માલિકોને ખાસ સુચના આપી છે કે તારીખ 08/11/2016 અને 09/11/2016 ના રોજ દરિયાઈ માર્ગે ખાસ સાવચેત રહેવુ અને દરિયામા કોઇ પણ શીપ, હેલિકોપ્ટર, વિમાન, ટગ, કે કોઇ બોટ જોવા મળે તો તરતજ મરીન પોલીસ, ફીશરીઝ કે પોર્ટ ઓફિસને જાણ કરવી. આ સુચના દીવના દરિયાઈ પટ્ટી પર ફીશીંગ કરતી દરેક બોટોને જરુર થી પહોચાડવા વિનંતી કરવામા આવે છે.

English summary
Read here, 8th november 2016's, Gujarat top news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X