ધંધુકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 11નું મૃત્યુ

Written By:
Subscribe to Oneindia News

રવિવારે વહેલી સવારે બરવાળા-ધંધુકા હાઇવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને જીપની ટક્કર થતાં સર્જાયેલા આ અકસ્માતમાં 5 મહિલા, 6 પુરૂષો સહિત 11 લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને એક બાળકનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માત જોઇ આસપાસના લોકોમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.

accident

પ્રાપ્ત મહિતી અનુસાર, આ તમામ લોકો એક જ પરિવારના હતા અને પાલીતાણા દર્શન કરવા જઇ રહ્યા હતા. મૃતકો મુંબઇમાં સ્થાયી થયેલ શાહ પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર દુર્ઘટનામાં જીપના ડ્રાઇવર અને શાહ પરિવારના સભ્યો સહિત 11 લોકોનું મૃત્યુ થયું છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને ખબર કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

English summary
Car and truck accident on Dhandhuka Highway. 11 family members died.
Please Wait while comments are loading...