For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોળી ધૂળેટીને ધ્યાને લેતા એસ.ટી. વિભાગ દોડાવશે વધારાની બસ

હોલી ધૂળેટીના તહેવારમાં ત્રણ રજા સાથે આવી રહી છે તેમજ ડાકોર, શામળાજી, દ્વારકા જેવા તીર્થસ્થાનો તરફ મુસાફરો વધુ સંખ્યામાં જતા હોવાથી તે તરફ વધારે એસટી બસો મૂકવામાં આવી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

હોલી ધૂળેટીના તહેવારમાં ત્રણ રજા સાથે આવી રહી છે તેમજ ડાકોર, શામળાજી, દ્વારકા જેવા તીર્થસ્થાનો તરફ મુસાફરો વધુ સંખ્યામાં જતા હોવાથી તે તરફ વધારે એસટી બસો મૂકવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં મહેમદાવાદ નજીક ડાકોર તીર્થા સ્થાન તરફ આ દિવસોમાં ચાલતો સંઘો પણ મોટી સંખ્યામાં જઈ રહ્યા છે. ત્યારે પદયાત્રીઓ માટે આરામ અને ઠંડા પીણા તથા નાસ્તાની સ્થાનિકો દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.

holi 2018

ડાકોર યાત્રાને લઈને એસ ટી નિગમનું વધારાનું સંચાલન કરતા એસ ટી નિગમ દવારા વધારાની બસો ફાળવાઈ. એસ ટી નિગમ દ્ડાવારા કોર માટે 400 બસો ફાળવવામાં આવી છે તો 250 બસો અમદાવાદ માટે અને બાકી ની બસો નડિયાદ, વડોદરા અને ગોધરા અને અન્ય ગામો માટે તથા પંચમહાલ માટે 100 બસો દોડાવશે.

પંચમહાલ અને ગોધરાથી અમદાવાદમાં રોજીરોટી માટે આવતા શ્રમિકો મોટી સંખ્યામાં વતન પરત ફરતા હોય છે તેમને યોગ્ય રીતે વતન જવા માટે તેમજ ડાકોર તરફ જતા મુસાફરોને બસ મળી રહે તે માટે એસટી નિગરમ દ્વારા આ વવ્યવસ્થા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે ધૂળેટી હોવાથી શનિવાર અને રવિવાર માટે લોકોને વિવિદ સ્થળે જવા માટે સુગમતા રહે તે માટે આ વ્યવસ્તા કરવામાં આવી છે.

English summary
Additional Bus allocated for holi festival
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X