9 મહિને માદરે વતન પહોંચ્યો હાર્દિક પટેલ, કર્યા પ્રભુના દર્શન
9 મહિનાના જેલવાસ બાદ પાટીદાર અનામત આંદોલનનો નેતા તેવો હાર્દિક પટેલ તેના માદરે વતન વિરમગામ પહોંચ્યો હતો. જ્યાં તેના પરિવારજનોએ ભારે હર્ષોઉલ્લાસ સાથે તેનું સ્વાગત કર્યું હતું. વિરમગામ પહોંચી હાર્દિક પટેલે રામજી મંદિરના દર્શન કર્યા હતા. નોંધનીય છે કે વિરમગામના ધારાસભ્ય તેજશ્રી પટેલ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. હાર્દિક પટેલની બહેન દ્વારા તેની તિલકવિધિ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિરમગામ ખાતે પણ મોટી સંખ્યામાં પાટીદારો અને પરિવારના લોકો હાર્દિક પટેલની એક ઝલક મેળવવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે હાર્દિક પટેલ થોડા સમય ઘરે રોકાયા પછી અમદવાદ જવા નીકળી જશે. ત્યાં સેશનકોર્ટમાં હાજરી આપી તે સારંગપુરના દર્શન અને તે બાદ ખોડલધામના દર્શન કરશે. અને 17મી જુલાઇએ પાછો વિરમગામ પરત ફરશે.












Click it and Unblock the Notifications
