જૂનાગઢઃ પત્ની સાથેના દરરોજના ઝઘડાથી કંટાળી યુવકે અગ્ની સ્નાન કરી લીધું
જૂનાગઢઃ પત્ની સાથેના દરરોજના ઝઘડાથી કંટાળી યુવકનો આપઘાત
જૂનાગઢઃ ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ ખુદ પર કેમિકલ છાંટી અગ્ની સ્નાન કરી લીધું. આ વ્યક્તિ ઘરેલૂ ઝઘડાથી પરેશાન હતો, કેમ કે પત્ની સાથે રોજબરોજ તેની બબાલ થતી રહેતી હતી. તંગ આવી તેણે હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં ઉપયોગમાં લેવાતા જીવલેણ ફૉર્મેલિન કેમિકલ પોતાના શરીર પર છાંટી લીધું, જે બાદ એવું થયું જે તેની પત્નીએ સ્વપ્નેય ક્યારેય વિચાર્યું નહિ હોય. પીડિત ચીસો પાડવા લાગ્યો. પહેલા તેને જૂનાગઢ હોસ્પિટલે દાખલ કરવામાં આ્યા જ્યાંથી બાદમાં તેને રાજકોટનું હૉસ્પિટલ રિફર કરવામાં આવ્યું.

પોલીસ મુજબ પીડિત વ્યક્તિ ઝાંઝરડા રોડ સ્થિત મંગલધામ-3નો રહેવાસી સાગર જેઠવા છે. તેની ઉંમર 28 વર્ષની જણાવવામાં આવી રહી છે. તેનું કહેવું હતું કે સાઢા ચાર વર્ષ પહલે તેના લગ્ન કેશોદની અલ્પા ડાભી નામની છોકરી સાથે થઈ હતી. અલ્પા ઝગડાલુ સ્વભાવની હતી, માટે નાની-નાની બાબતને લઈ તે ઝઘડો કરવા લાગતી હતી.
પીડિત વ્યક્તિએ ત્યાં સધી કહ્યું કે અલ્પા ક્યારેય તેની કોઈ વાત માનવા પણ તૈયાર નહોતી થતી. કાલે પણ નાની-નાની વાતોને લઈ હંગામો ઉભો કરી દીધો હતો. જેને પગલે કાલે રાત્રે મેં આ પગલું ભરી લીધું. હવે પોલીસે તેની ફરિયાદ નોંધાવતા પત્ની વિરુદ્ધ એક્શન લેવાની તૈયારી કરી છે. પરિવારના લોકોની આ બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો- ટૂકાં કપડાં પહેરી સંસદ પહોંચી મહિલા સાંસદ, ટ્રોલર્સે આપી રેપની ધમકી












Click it and Unblock the Notifications
