For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક સીડી કાંડ બાદ ગુજરાતમાં ઠેર ઠેર પૂતળા દહનનું રાજકારણ

હાર્દિક પટેલનો કથિત સીડી કાંડ બહાર આવ્યા પછી જ્યાં કેટલાક લોકો હાર્દિકનું પૂતળું બાળી રહ્યા છે. તો કેટલાક લોકો આ સીડી બહાર લાવનાર અશ્વિનનું પૂળતું પણ બાળી રહ્યા છે. આ અંગે વધુ જાણો અહીં.

By Oneindia
|
Google Oneindia Gujarati News

પાટીદારોને અનામત અપાવવા માટે સક્રિય ચહેરો બની ગયાલે હાર્દિક પટેલની આપત્તિજનક સીડી બહાર આવતા જ ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે સાથે સાથે સમાજ જાણે બે ભાગમાં વહેંચાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે કેટલાક સ્થળોએ તો હાર્દિક હાય હાયના છાજિયા લઇને નજગજનોએ હાર્દિકના પૂતળાનું દહન કર્યું હતું. જામનગરના જનતા ફાટક વિસ્તારમાં હાર્દિક પટેલના પૂતળા દહનનો પ્રયાસ થયો હતો, પરંતુ પ્રયાસ નિષ્ફળ રહ્યો. ભાજપના આગેવાનો પૂતળુ બાળે એ પહેલાં જ પોલીસે પૂતળું કબ્જે કરી લીધું હતું. ભાજપના કાર્યકર્તાઓએ 'હાર્દિક હાય હાય'ના નારા લગાવ્યા હતા. તો બીજી તરફ હાર્દિક ઉપર આક્ષેપો કરનાર અશ્વિન સાંકડાસરિયાના પૂતળા બાળીને વિરોધ કર રહ્યો છે. તો યુવાન પાટીદારોએ હાર્દિકને સમાજને ભ્રમિત કરનારો ગણાવ્યો હતો. અત્યાર સુધીમાં કોઈએ પણ હાર્દિકની કોઈ સીડીની પુષ્ટિ કરી નથી. પંરતુ હાર્દિક સામે રોષ ફેલાવવાનો શરૂ થઈ ગયો છે. પાટીદારોના ગઢ કહેવાતા હિંમતનગરના એક ટાઉનમાં લોકોએ હાર્દિકના પૂતળા બાળ્યા હતા અને પૂતળા પર પેટમા પાપ, કોંગ્રેસને સાથ, તથા હું છું ગદ્દાર જેવા સૂત્રો પણ લખ્યા હતા.

Patidar

તો વળી ભાવનગરમાં હાર્દિક સામે ખૂલીને બોલનાર અશ્વિનનો ભરપૂર વિરોધ થઈ રહ્યો છે અને પાસ દ્વારા આ ઘટનાને ભાજપનું કાવતરું ગણાવીને ભાજપ હાય હાયના નારા લગાવાઈ રહ્યા છે. હવે વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસ સીડી કાંડની ઘટનામાં હાર્દિકની પડખે છે, પરંતુ શક્તિસિંહે હાર્દિકમાં સરદાર પટેલના ડીએનએ હોવાની વાત ઉચ્ચારીને કોંગ્રેસે કુહાડી પર પગ મૂકી દીધો છે. હાર્દિકનો ભલે વિરોધ હોય પરંતુ સરદાર પટેલના વંશજ સમાન ગણાવતા કેટલાક પાટીદારો કોંગ્રેસની વિરોધમાં આવી ગયા છે. સુરત, ભાવનગર,અમરેલી સહિત કેટલાક સ્થળોએ કેટલાક લોકોએ કોંગ્રેસના પૂતળાનું દહન કર્યું હતું, અને કોંગ્રેસ માફી માંગે તેવી પણ માંગણી કરી હતી. સુરત જિલ્લાના બારડોલી સરદાર ચોક ખાતે ભાજપ દ્વારા શક્તિસિંહ ગોહિલનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ વિશે કરેલ અપમાનનો વિરોધ દર્શાવી કર્યા સુત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. આમ ગુજરાતમાં આજના દિવસ દરમિયાન તો પૂતળા દહનથી જ રાજકારણ ગરમાઈ ગયું છે અને બીજી તરફ હાર્દિકે આ સીડી મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી નથી. હવે જોવું રહ્યું કે આવનારા સમયમાં આ સીડી અને તેમાં હાર્દિક છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવે છે કે નહીં.

Hardik Patel
English summary
After Hardik Patel Video went viral Patidar divided in two groups and protesting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X