For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"મહાઠગ" મહેશ શાહ બની રહ્યો છે "મહા વિવાદી"!

ઠગી મહેશ શાહની ધરપકડ બાદ છેલ્લા ચાર દિવસમાં તેના પર થયેલા નવા વિવાદો વિષે જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

આયકર વિભાગ અને પોલિસને કોઇ વ્યક્તિના મોઢેથી તેની પાસે રહેલ બેનામી સંપત્તિનો ક્યાંથી આવે તે અંગે માહિતી નીકળતા ચાર ચાર દિવસ લાગી શકે? અને શું કોઇ વ્યક્તિ ચાર દિવસ સુધી પોલિસ સમક્ષ આ વાતે માટે ગલ્લે તલ્લે ચઢાવી શકે? લોકોના મનમાં ઉઠી રહેલા આવા જ સવાલોને હવે રાજકીય પક્ષો પણ વાચા આપી રહ્યા છે.

mahesh shah

કારણ કે 13,860 કરોડ જાહેર કરનાર વેપારી મહેશ શાહની ધરપકડ કર્યાને પણ આજે ચોથા દિવસ થયો તેમ છતાં આયકર વિભાગ દ્વારા તેની રોજ રોજ થઇ રહેલી પૂછપરછ પછી પણ આ કાળા નાણાં કોના છે તે મામલે ખાલી નનૈયો જ હજી સુધી ભરાયો છે. મંગળવારે સાંજે કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાધેલા પણ આ અંગે મીડિયા દ્વારા સવાલો કર્યા હતા. તો પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ મહેશની આ સંડોવણીમાં ભાજપના નેતાઓના હાથની વાત કરી હતી.

mahesh shah

આમ જોવા જતા મહાઠગ તેવા મહેશ શાહે મહા વિવાદી વ્યક્તિ બની રહ્યો છે. મહેશ શાહને પોલિસની યુનિફોર્મ પહેરાવાની વાત હોય કે પછી આ પહેલા પણ તેના દ્વારા આયકર વિભાગને ચુનો લગાવવાની વાત હોય. મહેશ શાહ પર શરૂ થયેલી અટકળો પૂરી થવાનું નામ નથી લેતી. ત્યારે વેપારી અને ઠગી તેવા મહેશ શાહ સાથે જોડેયેલા આવા જ કેટલાક નવા વિવાદો વિષે જાણો અહીં.....
મહેશને પોલિસ વર્દી
નોંધનીય છે કે સુરક્ષા કારણો સહ મહેશ શાહને પોલિસે, પોલિસ યુનિફોર્મ પહેરાવીને આયકર વિભાગ લઇ જવાયો હતો. જો કે પાછળ મહેશનો આ પોલિસ યુનિર્ફોમ વાળો ફોટો વાયરલ થતા, વિવાદ સર્જાયો હતો. જે પણ પોલિસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. અને મહેશ શાહને પોલીસની વર્દી પહેરાવનાર અધિકારી સામે અવનારા દિવસોમાં સખ્ત કાર્યવાહી થઇ શકે છે.

sankarsingh

મહેશ કોનું મહોરું છે? કોંગ્રેસ
નોંધનીય છે કે મંગળવારે કોંગ્રેસે મહેશ શાહને કેમ ભાજપ છાવરી રહ્યું છે તેવા વેધક સવાલો કરીને સરકારની ભૂમિકા પર પ્રશ્ચનચિન્હ લગાવ્યો હતો. નોંધનીય છે કે હાર્દિક પટેલ અને કોંગ્રેસ બન્નેએ મહેશ શાહની બેનામી સંપત્તિમાં ભાજપના નેતાઓના હાથ હોવાની વાત ઉચ્ચારી હતી. અને કહ્યું હતું કે કેમ ચાર દિવસ વીતવા છતાં આ તપાસમાં હજી સુધી કોઇ નામ બહાર નથી આવ્યા.
મહેશના નાટક
નોંધનીય છે કે જે દિવસની મહેશ શાહની ધરપકડ કરવામાં આવી છે તે દિવસથી મહેશ શાહની સુરક્ષા વધારવામાં આવી છે. આ તમામની વચ્ચે મહેશ શાહ બિમાર હોવાનું નાટક પણ કરી ચૂક્યો છે. સોમવારે મહેશ શાહને વીઆઇપી ટ્રીટમેન્ટ આપીને ઇન્કમટેક્સની પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો હતો. દરમિયાન મહેશ શાહે તેની તબિયત બગડી ગઈ હોવાનું અને બીપી ઘટી ગયું હોવાની વાત કરી હતી. તેથી ઇન્કમટેક્સ ઓફિસમાં ડૉક્ટરોની એક ટીમ બોલાવાઇ હતી અને કોન્ફરન્સ હોલમાં જ મહેશ શાહનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યુ હતું. આ રીતે મહેશ શાહ તપાસમાં દિવસો વધારવા માટે પૂરતો પ્રયાસ કરી રહ્યો છે તેવું સ્પષ્ટ પણ લાગે છે.

mahesh shah

મહેશની વીઆઇપી સગવડ પણ...
નોંધનીય છે કે મહેશ પોતાની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરતા હાલ મહેશની સુરક્ષા 15 થી 17 જેટલા એસઆરપી જવાનો કરી રહ્યા છે. મહેશ શાહને આટ આટલી સુરક્ષા આપ્યા છતાં તે છેલ્લા ચાર દિવસથી પોલિસની પણ કૂણિયે ગોળ લગાવી રહ્યો છે. જે રીતે મહેશ શાહ પોલિસને ગોળ ગોળ ફેરવી રહ્યો છે તે વાતથી એક વાત નક્કી છે કે તે વિવાદનો અને ઠગાઇ કરવામાં સારો એવો અનુભવ ધરાવે છે.

English summary
Ahmedabad businessman Mahesh shah creating new controversy everyday, but not telling anything on 13,860 Crore black money he has. Read here latest update on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X