અમદાવાદ: ATMમાંથી લાખોની ઉઠાંતરી, ચોરોએ અપનાવી નવી રીત

Subscribe to Oneindia News

અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં એક નવી મોડસ ઓપરેન્ડી દ્વારા એડીસી(અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ) બેંકના એટીએમમાંથી કોઇ ચોરીના એટીએમની મદદથી પૈસા કાઢી, એટીએમનો પાવર કટ કરવાની ઘટના સામે આવી છે. આ રીતે પૈસાની ઉઠાંતરી કરનાર ગેંગના માણસો એટીએમમાંથી પૈસા બહાર આવે એટલે તરત જ એટીએમનો પાવર કટ કરી નાંખે છે, જેથી બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડ્યાની એન્ટ્રી કાયદેસરની થતી નથી. જો કે, એટીએમમાં કાર્ડ લોગ થયાની વિગતો મળતા આ ચોંકાવનારી ઘટના બહાર આવી હતી. એડીસી બેંકના અધિકારી વિપુલભાઇ નાયકે ફરિયાદ નોંધાવી છે કે, એડીસી બેંકના અમદાવાદ સ્થિત કેટલાંક એટીએમમાંથી એટીએમ કાર્ડથી નાણાં ઉપાડવામાં આવ્યા હતા. પરંતુ જે કાર્ડથી નાણાં ઉપાડવામાં આવ્યા તે એકાઉન્ટમાંથી નાણાં ઉપાડની એન્ટ્રી ન પડી. જો કે એટીએમમાંથી નાણાં ઓછા થઇ ગયા હતા.

ATM

આ અંગે એડીસીની ટેકનીકલ ટીમને જાણ થતા તપાસ કરવામાં આવી હતી, જેમાં ખબર પડી તે આ રીતે લાખો રૂપિયા ઉપડી ગયા હતા. આ પૈસાના ઉપાડ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચાર એટીએમ કાર્ડ, આઇઓબી (ઇન્ડીયન ઓવરસીઝ બેંક) અને એક્સીઝ બેંકના એટીએમ કાર્ડનો ઉપયોગ થયો હતો. આ નાણાં તા. 29મી સપ્ટેબર 2017થી તા. 6 નવેમ્બર 2017 દરમિયાન ઉપાડવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચના એડીશનલ ડીસીપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, આ પ્રકારની નવી મોડસ ઓપરેન્ડી આવી છે, જેથી અમે તપાસ શરૂ કરી છે. અમે એડીસીના એટીએમની ટીમ સાથે મળીને તપાસ કરીશુ. સાથોસાથ અમારી પાસે એટીએમ લોગ કર્યાની વિગતો છે, જેથી મૂળ સુધી પહોંચી શકીશુ. આ કામમાં કોઇ આંતર રાજ્ય ગેંગ પણ સંડોવાયેલી હોઇ શકે છે. ત્યારે ઉપયોગ થયેલા કાર્ડ ચોરીના છે કે કાર્ડના માલિક દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે, તે બાબતે તપાસ કરવામાં આવશે.

English summary
Ahmedabad crime branch has found that thieves are following new modus operandi for ATM.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.