શું 2017 સુધી "ભરતની" જેમ વિજય રૂપાણી ગાદી સાચવી, શાહને આપશે?

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે શુક્રવારે વિજય રૂપાણીનું નામ સર્વસંમત્તિએ જાહેર કરવામાં આવ્યું. તે વાત તો વિજય રૂપાણી પણ સારી રીતે જાણે છે કે ગુજરાતનો નાથ બનવું કાંટાળો તાજ પહેરવા સમાન છે. જ્યારે આનંદીબેન પટેલ ફેસબુક પર મોર્ડન સ્ટાઇલમાં પોતાનું રાજીનામું આપી દીધું તે દિવસથી જ એક ચર્ચાએ જોર પકડયું હતું કે ગુજરાતની સ્થિતિને હવે જો કોઇ પાર લગાવી શકે તો તે છે "અમિત શાહ"

સુત્રોનું તો ત્યાં સુધી કહેવું હતું કે ખુદ અમિત શાહને ગુજરાતના નાથ બનવામાં ભારે રસ છે. જો કે હાલ પણ સીએમ રૂપાણી બને કે કોઇ બીજું, દોરી સંચાર તો શાહનો જ રહેવાનો છે તેવું મનાય છે પણ આ સિવાય પણ એક થિયરી છે જે મુજબ 2017માં કાયાપલટ થઇ શકે છે. તો શું છે મુદ્દો... શું ભરતને જેમ રામની પાદુકા મૂકી 14 વર્ષના શાસન બાદ રામને ગાદી સુપરત કરી હતી. તેમ વિજય રૂપાણી પણ ગુજરાતની રાજગાદી અમિત શાહને 2017માં આપશે? તે વિષે વધુ જાણો અહીં...

કેમ 2017 સુધી રાહ?

કેમ 2017 સુધી રાહ?

તે વાત તો બધા જ જાણે છે બધા જ જાણે છે યુપી વિધાનસભાની ચૂંટણી માથે ઊભી છે. ભાજપ માટે યુપીની ચૂંટણી જીતવી ખૂબ જ જરૂરી છે. ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ તરીકે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં અમિત શાહની કૂટનીતિની હાલ ભાજપને તાતી જરૂર છે.

એટલે કે સાહેબ હાલ બીઝી છે?

એટલે કે સાહેબ હાલ બીઝી છે?

ત્યારે આવા સમયે અમિત શાહને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો ઉત્તર પ્રદેશની ચૂંટણીને ન્યાય ના આપી શકાય એટલે હાલ કોને ગાદી પર બેસાડવો તો વિજય રૂપાણીને!

2017માં કાયાપલટ

2017માં કાયાપલટ

જો કે 2017માં ઉત્તર પ્રદેશની ચૂંટણી પતી ગયા પછી ગુજરાતમાં અમિત શાહને ભાજપના નવા સીએમ તરીકે મુકવામાં આવે તો ભાજપની ડૂબતી નાવ બચવાની પૂરી શક્યતા છે!

જો કે તેટલું પણ સરળ નથી

જો કે તેટલું પણ સરળ નથી

જો કે ભાજપ અમિત શાહને સીએમ પદે મૂકે તો પણ પાટીદારોનો રોષ તેમને વેઠવાનો જ છે. પણ તેમ છતાં અમિત શાહ પ્રત્યે લોકોનો અલગ જુકાવ નકારીના શકાય.

ચટ ભી મેરી પટ ભી મેરી!

ચટ ભી મેરી પટ ભી મેરી!

ત્યારે બની શકે કે 2017માં રૂપાણી ગુજરાતનો આ કાંટાળો તાજ હસતા ચહેરે અમિત શાહના ચરણોમાં સમર્પિત કરી દે. જો કે આ તો માત્ર એક થિયરી છે. સાચી-ખોટી કહી ના શકાય. પણ લોકો તે વાત પણ સારી પેઠે સમજે છે કે અમિત શાહ મુખ્યમંત્રી બને કે ના બને ગુજરાતમાં સાહેબને પૂછ્યા વગર કંઇ થતું નથી!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X