For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરેલી દલિત સરપંચ કેસમાં છેવટે લાશને સ્વીકારવામાં આવી

અમરેલીના દલિત સરપંચ કેસમાં જીલ્લા કલેક્ટર દોડી આવતા મામલો થાળે પડ્યો. વધુ વાંચો અહીં

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

અમરેલી પાસે આવેલા વરસડામાં સરપંચની ભર દિવસે છરીના ઘા ઝીંકી ગોજારી હત્યા કરવામાં આવી હતી. જે બાદ આ મામલો બીચક્યો હતો. અને આરોપી ન પકડાય ત્યાં સુધી પરિવારજનો લાશ ન સ્વીકારવા અને આરોપીઓને પકડવા માટે લેખિત બાંહેધરી માંગી હતી. પણ તે પોલીસ અને પરિવારજનો વચ્ચે વાતચીતનો દોર ચાલુ થતાા પરિવારજનોએ આખરે આજે લાશ સ્વીકારી હતી.

dalit sarpanch amreli

નોંધનીય છે કે અમરેલીના વરસડા ગામના સરપંચની જાહેરમાં તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી, સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વરસડા ગામના સરપંચ જયસુખ માધડની રાજકીય અદાવતને લઇ હત્યા કરવામાં આવી, હતી. જે બાદ પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો

જ્યાં પરિવારજનો અને દલિત સમાજ ના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલમાં પહોંચી ગયા હતા સમાજના આગેવાનોએ માંગણી કરી હતી આરોપી જ્યાં સુધી આરોપી નહી પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહી આવે, મૃતક સરપંચ કડીયાકામ કરતો હતો તેના પરિવારમાં એકમાત્ર કમાનાર હતો.

આ કેસમાં અમરેલી એસ પીના જણાવ્યા મુજબ કુલ ત્રણ આરોપી પૈકી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. મુખ્ય આરોપી દીપુ ધાધલને પોલીસ ઝડપી પાડવામાં સફળ રહી છે. અને અન્ય આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે. બીજી બાજુ દલિત નેતા જિજ્ઞેશ મેવાણી હાજરી આપી હતી આરોપી વહેલી તકે ઝડપી પાડવા માટે રજૂઆત કરી હતી અને આરોપી નહિ પકડાય તો અમરેલી બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

વધુમાં મૃતકનો ભાઈ અને દલિત અગ્રણી નવચેતન પરમાર જ્યાં સુધી આરોપી નહિ પકડાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કાર્ય હતો જેના કારણે થોડીવારમાં તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. બાદમાં જીલ્લા કલેક્ટરની સમજાવટથી તેમણે પારણા કર્યા હતા.

English summary
Amreli : Main accused arrested in Dalit Sarpanch murder case. Read more on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X