અમૂલ દૂધ થયું મોંધુ, પ્રતી લીટર બે રૂપિયાનો વધારો

Posted By:
Subscribe to Oneindia News

આણંદ સ્થિત અમૂલ ડેરી દ્વારા દૂધના ભાવોમાં વધારો કરવાની જાહેરાત આજે કરવામાં આવે છે. જેનાથી મધ્યમ વર્ગની મોંધવારીની મુશ્કેલીમાં વધારો ચોક્કસથી થશે. અમૂલ દૂધે પ્રતી લીટર બે રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. આ નવા ભાવ અમૂલ ગોલ્ડ, તાજા, શક્તિ અને અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ સમતે અમૂલ ટી સ્પેશ્યલ અને અમુલ કાઉ મિલ્ક પણ લાગુ પડશે. કાલથી આ નવા ભાવ લાગુ થતા, કાલ સવારની ચા તમને પીવી મોંધી લાગી શકે છે!

amul milk

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક મોર્કેટિંગ ફેડરેશન દ્વારા અગાઉ ચીઝ, બટર અને ધીના ભાવોમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો. તે બાદ હવે દૂધ જેવી જીવન જરૂરી વસ્તુ પણ મોંધી થતા સામાન્ય લોકોની મુશ્કેલી વધી છે. નોંધનીય છે કે ગત જૂનમાં જ બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અને વળી પાછા દૂધના ભાવ વધતા લોકો મોંધવારીથી વધુ અકળાયા છે.

English summary
Amul milk price hike, per liter 2 rupees increase. Read more on it.
Please Wait while comments are loading...