અરવલ્લી: અગમ્ય કારણોસર એકસાથે 5 પશુના મોત

Subscribe to Oneindia News

અરવલ્લી જિલ્લાના મોટા મથક ગણાતા મોડાસા નજીક આવેલા ફૂટા ગામમાં પશુઓ કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ પામ્યા છે. પ્રાથમિક તારણ એવું છે કે, પશુઓના ખાવામાં કોઈ ઝેરી પદાર્થ આવી જતા આમ થયું હતું. પશુઓએ ચારો અને મગફળીના દાણા ખાધા બાદ ત્રણ ભેંસ તથા બે ગાય મૃત્યુ પામ હતી અને આ દરેક પશુના મોમાં ફીણ આવી ગયા હતા. ઘટનાની જાણ થતા મોડાસા ગ્રામ્ય પોલીસ ફૂટા ગામ ખાતે પહોંચી હતી, તેમજ પશુચિકિત્સકની ટીમને પણ બોલાવવામાં આવી હતી.

Gujarat

પ્રાથમિક તારણ પ્રમાણે મગફળીના દાણામાં રહેલી ઝેરી દવાને કારણે પશુઓ મૃત્યુ પામ્યા હતા. જોકે પોતાના દીકરા સમાન પશુઓના એકસાથે મોતથી પરિવારની મહિલાઓ શોકમગ્ન બની ગઈ હતી અને પશુઓના મૃતદેહ પાસે બેસીને કલ્પાંત કરી રહી હતી. આ જોઈને સૌના હૈયા દ્રવી ઉઠયા હતા. ખાદ્ય પદાર્થમાં મિક્સ ઝેરી વસ્તુની ચર્ચાને કારણે જિલ્લાના અન્ય પશુપાલકો પણ ચિંતાગ્રસ્ત બન્યા હતા.

English summary
Arvalli: Poison caused sudden death of animals.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.