ક્યાંક શાંતિ ક્યાંક હિંસા, ગુજરાત ધીરે ધીરે થાળે પડ્યું

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ક્યાંક શાંતિ ક્યાંક હિંસા, ગુજરાત ધીરે ધીરે થાળે પડ્યું

ક્યાંક શાંતિ ક્યાંક હિંસા, ગુજરાત ધીરે ધીરે થાળે પડ્યું

સતત ત્રીજા દિવસે ગુજરાતમાં જ્યાં રાજકોટ, મહેસાણા, હિંમતનગરના હિંસા ભડકી છે ત્યાં જ સુરત અને અમદાવાદના અમુક વિસ્તારોમાંથી કર્ફ્યું ઉઠાવવામાં આવ્યો છે. જેના કારણે સામાન્ય જનજીવન ગુજરાતના અમુક વિસ્તારોમાં થાળે પડ્યું છે.

વિધાનસભામાં અનામત આંદોલને મચાવ્યો હંગામો

વિધાનસભામાં અનામત આંદોલને મચાવ્યો હંગામો

આજે વિધાનસભા સત્રના પહેલા દિવસે ક્રોંગ્રેસે રાજ્ય સરકાર પર અવ્યવસ્થિત વહીવટનો આક્ષેપ મૂક્યો હતો. અને આનંદીબેનના રાજીનામાંની માંગ કરી હતી. ક્રોંગ્રેસનું કહેવું હતું કે અમે પોલિસની આ ગુંડાગીરી નહીં ચલાવી લઇએ.

નડિયાદ-મોડાસા ટ્રેકના પાટાને ઉખેડી નાંખવામાં આવ્યા

નડિયાદ-મોડાસા ટ્રેકના પાટાને ઉખેડી નાંખવામાં આવ્યા

કપડવંજ-મોડાસા રેલ્વે લાઇન પાસેના એક ગામમાં તોફોની તત્વોએ રેલ્વે ટ્રેકના પાટાને ઉખેડીને અહીંનો રેલ વ્યવહાર ખોર્વ્યો છે.

અનેક રેલ્વે લાઇન રદ્દ થતા લોકો અટવાયા

અનેક રેલ્વે લાઇન રદ્દ થતા લોકો અટવાયા

પાલનપુર અમદાવાદ વચ્ચે ચાલતી લોકલ ટ્રેનોને સ્થિતિની ગંભીરતાને જોતા રદ્દ કરવામાં આવી છે. વધુમાં મુંબઇથી ગુજરાત આવતી 50 ટ્રેનો પણ રદ્દ કરતા અનેક મુસાફરો અટકાઇ ગયા છે.

રાજકોટ બીઆરટીએસ બસસ્ટેન્ડનો તોફાની તત્વોએ કચૂંબર બનાવ્યો

રાજકોટ બીઆરટીએસ બસસ્ટેન્ડનો તોફાની તત્વોએ કચૂંબર બનાવ્યો

રાજકોટની બીઆરટીએસ બસ અને બસ સ્ટોપને તોફાની ટોળાએ તોડતા રાજકોટ મ્યુન્સિપાર્લ્ટીને મોટા પાયે નુક્શાન થયું છે. માનવામાં આવી રહ્યું છે કે નુક્શાન એટલા મોટા પાયે થયું છે કે આ બસ રૂટોને ફરીથી ચાલતા એક બે મહિના જેવો લાંબો સમય લાગી શકે છે.

અમદાવાદમાં પોલિસે ઘરમાં ધૂસીને લોકોને માર્યા

અમદાવાદમાં પોલિસે ઘરમાં ધૂસીને લોકોને માર્યા

અમદાવાદના ચાંદલોડિયા, રાણીપ અને શાહીબાગના સ્થાનિકોનું કહેવું છે કે પોલિસે તેમને ઘરમાં ધૂસીને માર્યા હતા અને તેમના વાહનો પણ તોડી નાંખ્યા હતા.

હાર્દિક પટેલ: મૃતકોના પરિવારને આપો 35 લાખ નું વળતર

હાર્દિક પટેલ: મૃતકોના પરિવારને આપો 35 લાખ નું વળતર

ગુજરાતમાં થયેલ હિંસક અથડામણના ત્રીજા દિવસે મીડિયા સાથે વાતચીત કરતા પટેલ સમુદાયના કન્વીનર હાર્દિક પટેલ આ અથડામણમાં મૃત્યુ પામનાર લોકોના પરિવાર માટે રાજ્ય સરકાર તરફથી 35 લાખનું વળતર આપવાની માંગ કરી છે. અને ચીમકી પણ ઉચ્ચારી છે કે આમ નહીં થાય તો દૂધ, શાક અને પાણીની પૂર્તિને રોકવામાં આવશે. વધુમાં રાજ્ય સરકારને સંકજામાં લેતા હાર્દિક કહ્યું કે સરકારનું કહેવું છે તેણે આદેશ નથી આપ્યો તેનો મતલબ તેમ કે પોલિસની આ ગુંડાગર્દી હતી અને તે માટે જવાબદાર પોલિસને રાજ્ય સરકારે સસ્પેન્ડ કરવા જોઇએ.

એસ.ટીને થયું 25 કરોડનું નુક્શાન

એસ.ટીને થયું 25 કરોડનું નુક્શાન

ગુજરાતભરમાં ફાટી નીકેળી હિેંસા બાદ, ગુજરાતભરમાં અનેક જગ્યાઓ પર એસ.ટી અને બીઆરટીએસની બસોની તોડફોડ અને આગ ચાંપીના બનાવો બન્યા હતા. જેમાં કુલ 139 બસોને આગ ચાંપવામાં આવી હતી અને 156 જેવી બસોની તોડફોડ કરવામાં આવી હતી. જેનાથી એસટીને 25 કરોડનું નુક્શાન થયું છે.

સુરતમાં સ્થપાઇ શાંતિ, મ્યુનિસિપાર્ટી આદર્યું સફાઇનું કામ

સુરતમાં સ્થપાઇ શાંતિ, મ્યુનિસિપાર્ટી આદર્યું સફાઇનું કામ

સુરતમાં ગત બે દિવસોની ભારે હિંસા બાદ આજે સેના અને પોલિસની હાજરીમાં આખરે શાંતિ જોવા મળી. વધુમાં સુરત મ્યુનિસિપાર્ટી કોર્પેરેશનના કામદારોએ રસ્તા અને કાટમાળની સફાઇની કામગિરી પણ હાથ ધરી.

ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર સમેત 6 શહેરો બનશે સ્માર્ટ સિટી

ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર સમેત 6 શહેરો બનશે સ્માર્ટ સિટી

કેન્દ્રિય શહેરી વિકાસ પ્રધાન વેંકૈયા નાયડૂએ આજે દેશભરના 98 સ્માર્ટ સિટી શહેરોના નામની ધોષણા કરી. જેમાં ગુજરાતના ગાંધીનગર, સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને દાહોદ એમ કુલ 6 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં હિંસા અટકી, પણ હજારો અટવાયા

ગુજરાતમાં હિંસા અટકી, પણ હજારો અટવાયા

ગુજરાતભરમાં અનેક રેલ્વે ટ્રેક ઉખાડવા અને હિંસક અથડામણો વધવાના કારણે સુરક્ષા કારણોથી રાજ્ય સરકારે અનેક ટ્રેનોને રદ્દ કરી જેના લીધે અનેક લોકો રેલ્વે સ્ટેશન પર જ અટવાઇ ગયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X