
જાણો તમારા ઉમેદવારને: અમરેલીથી ભાજપના બાવકુભાઈ ઊંઘાડ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં અમરેલીની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે બાવકુભાઈની પસંદગી કરવામાં આવી છે. તો બાવકુભાઈ ઊંઘાડ વિષે થોડુ જાણીએ. 54 વર્ષીય બાવકુભાઈના પિતાનું નામ નાથાભાઈ ભગવાનભાઈ ઊંઘાડ છે. તેમની સંપત્તિ લગભગ 6 કરોડ જેટલી છે. તેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે. બાવકુભાઈએ હાઇસ્કુલ સુધીનો અભ્યાસ કર્યો છે.
અમરેલી વિધાનસભા સીટ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે આ સીટ પોતાના નામ પર કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધનનીએ આ સીટ પરથી ભવ્ય જીત મેળવી હતી. એ સમયે તેમને સામે ભાજપ દિલીપભાઈને 86583 મતોથી હાર આપી હતી. આથી ભાજપે આ સીટ પણ પોતાના અનુભવી કાર્યકરતાને ઊભા રાખ્યા છે.