અલ્પેશના ઓળખીતાને ટિકિટ ફાળવાતા કોંગ્રેસમાં વિરોધ

Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક તરફ સમગ્ર રાજ્યમાં પ્રચારનું કામ જોરશોરથી ચાલી રહ્યુ છે. તો બીજી તરફ ટિકિટની વહેંચણીની બાબતે પણ પક્ષોના લોકોમાં રોષ બહાર આવી રહ્યો છે. કોંગ્રેસની બેચરાજી સીટ પરથી ભરત ઠાકોરને ટિકિટ ફાળવતા સ્થાનિક કાર્યકર્તાઓએ રોષની લાગણી વ્યક્ત કરી હતી. કોંગ્રેસે આ ચૂંટણીને જીતવા માટે ઘણાને સાથે રાખીને પોતાના ઉમેદવારોની પસંદગી કરી છે. જેમાં ઘણા જુના અને કોંગ્રેસના કર્યકરો ટિકિટ વિહોણા રહી ગયા છે.

Alpesh Thakor

મળતી માહિતી અનુસાર બેચરાજી સીટ પરથી અલ્પેશ ઠાકોરના ઓળખીતા ભરતભાઈ ઠાકોરને સીટ ફાળવાતા કોંગ્રેસના લોકોએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસ હાય-હાયના નારા સાથે શહેરના કોંગ્રેસ કાર્યલયની બહાર એકઠા થયા હતા. કાર્યકરતાઓનો આક્ષેપ છે તે ભરત ઠાકોર ભાજપનો એજન્ટ છે અને અલ્પેશ ઠાકોર આ સીટ ભાજપને જીતાડવાની વ્યૂહરચના માટે કરી છે. આ ઉપરાંત કાર્યકરોએ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સચિન પાયલોટ સામે પણ આ વાતનો વિરોધ રજૂ કર્યો હતો.

English summary
Becharaji: congress workers are upset on ticket issue

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.