For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હેડ કોન્સ્ટેબલના આપઘાતે રાજકીય રંગ પકડ્યો, વધુ વાંચો અહીં

|
Google Oneindia Gujarati News

બુધવારે પાલનપુરનાં આવેલા ભાભર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નાગજી સ્વરૂપજી ઠાકોરે બુટલેગરો અને રાજકીય અગ્રણીઓના ત્રાસથી વહેલી સવારે ભાભર રેલવે ટ્રેક નીચે પડતું મૂકયું હતું અને જીવનનો અંત આણ્યો હતો. નોંધનીય છે કે તેમની બોલેરો ગાડીમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં અનેક રાજીકીય નેતાઓના નામ બહાર આવ્યા છે. સાથે જ તેમની પર બૂટલેગરો અને ઉચ્ચ અધિકારીઓનો દબાવ હોય તેવું પણ બહાર આવ્યું છે. જે બાદ આ આત્મહત્યા હત્યા છે હત્યા તે પર પણ સવાલો ઊભા થયા છે.

અલ્પેશ ઠાકોર
ઠાકોર સેનાના કન્વીનર અલ્પેશ ઠાકોરે આ મોતને આપઘાત નહીં પણ હત્યા હોવાની શંકા વ્યક્ત કરી છે. નોંધનીય છે કે આ કારણે કાલે મૃતકના પરિવારે શબ લેવાની પણ આનાકાની કરી હતી. વધુમાં આ ઘ ટનાને પગલે ભાભરમા ઠાકોર સેનાએ બજારો બંધ કરાવી દીધા હતા.

alpesh thakor

સુસાઇડ નોટમાં કોનું નામ?
ચિઠ્ઠી મુજબ આ લોકો સામે ગુનો નોંધાયો છે

1) ગેનીબેન નગાજી ઠાકોર (ભાભર તાલુકા પંચાયત સદ્દસ્યા, પૂર્વ જિલ્લા પંચાયત સદ્દસ્યા (કોંગ્રેસ), બનાસકાંઠા)
2. વૈકુંઠરામ ગણપતરામ ઠક્કર (પ્રમુખ, નગરપાલિકા ભાભર (ભાજપ)
3. હરિલાલ નટવરલાલ ઠક્કર (પૂર્વપ્રમુખ, નગરપાલિકા ભાભર (ભાજપ)
4. કે.વી. રાઠોડ (ભાભર નગરપાલિકાના ઉપપ્રમુખના પતિ (ભાજપ)
5. ભુરાજી ધરમશીજી ઠાકોર (જિલ્લા પંચાયત કોંગ્રેસ સદ્દસ્ય, બનાસકાંઠા)
6. સંજુભા જેઠુભા રાઠોડ (બુટલેગર, ભાભર)
7. હરપાલસિંહ સંગ્રામસિંહ રાઠોડ (બુટલેગર, ભાભર)
8. આર.જી. ચૌધરી (પીએસઆઈ ભાભર)

alpesh thakor

નોંધનીય છે કે ઉપરોક્ત તમામ નામો મોટી શાખ ધરાવે છે. ત્યારે હાલ તો આઠ શખસો સામે પોલીસે આપઘાત કરવા માટે પ્રેરિત કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ ઠાકરો સેના અને મૃતકાના પરિવારે યોગ્ય તપાસ થવાની માંગ કરી છે.
English summary
Bhabhar Head Constable Suicide case latest update
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X