ભરૂચઃ ફેબ્રૂઆરીમાં ગાયબ થયેલ જમીલ દલાલના હત્યારા ઝડપાયાં

Subscribe to Oneindia News

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે જમીન દલાલના હત્યારાઓને ઝડપી મોટી સફળતા મેળવી છે. 25 ફેબ્રુઆરી 2017 ના રોજ દહેજના જોલવા ગામમાંથી જમીન દલાલ હાફીઝ અહેમદ શેખ કામ અર્થે ઘરેથી નીકળ્યા બાદ પરત ન ઘરે આવતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક પોલીસે તપાસ કરી હતી, પરંતુ કોઈ પગેરું ન મળતા ભરૂચ એસ.પી.એ આ તપાસ ભરૂચ ક્રાઈમ બ્રાંચના પી.આઈ.ને સોંપી હતી.

bharuch

કોલ ડિટેઇલમાંથી મળી કડી
ક્રાઈમ બ્રાન્ચે હાફીઝના કેસની તપાસ ફરીથી શરૂ કરી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે હાફીઝના કોલ ડિટેઇલની ઝીણવટથી તપાસ કરતાં કડી મળી હતી. હાફીઝે અન્ય જમીન દલાલ જુનેદ બેલીમ જોડે વાત કરી હતી. તપાસમાં હાફીઝના ફોનના લાસ્ટ લોકેશન સ્થળ પર જુનેદના ફોનનું લોકેશન મળી આવતા ક્રાઈમ બ્રાન્ચની શંકા જુનેદ પર વધી ગઈ હતી. જુનેદને ક્રાઈમ બ્રાન્ચ બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી. તે એક જ વાત પકડીને બેઠો હતો કે, ઘર ભાડા મામલે તેણે હાફીઝ જોડે વાત કરી હતી. જો કે, જુનેદની વધુ પૂછપરછ કરતાં તેણે હાફીઝની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. જુનેદે તેના મિત્ર કલ્પેશ જગતાપની મદદથી દલાલ હાફીઝ અહેમદ શેખની હત્યા કરી હતી.

કુહાડીના ઘા ઝીંકી કરી હત્યા
આરોપીની વધુ પૂછપરછ કરતાં ખુલાસો થયો હતો કે, હાફીઝનું દલાલીનું કામ વધુ સારુ ચાલતું હોવાથી તેને રસ્તામાંથી દુર કરવા માટે આરોપીએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જુનેદે હાફીઝને અવાવરુ જગ્યાએ બોલાવી તેના મિત્રની મદદથી હાફીઝ પર કુહાડીના ઘા ઝીંકી તેની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ તેમણે શબ નજીક ખાડીમાં ફેંકી દીધું હતું. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલ્યો છે.

English summary
Bharuch: The killers of the missing Jamil Dalal were arrested in February
Please Wait while comments are loading...