For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપનું સંકલ્પ પત્ર, ગુજરાતને ફરીથી બનાવાશે ટેક્સટાઇલ હબ

|
Google Oneindia Gujarati News

narendra modi
અમદાવાદ, 3 ડિસેમ્બરઃ કોંગ્રેસ બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ભાજપે તેના આ ઢંઢેરાનું નામ સંકલ્પ પત્ર 2012 રાખ્યું છે. આ તકે પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ, ઉપાઘ્યક્ષ પુરસોત્તમ રુપાલા, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્યસભાના વિપક્ષના નેતા અરૂણ જેટલી અને ભાજપ પ્રમુખ નિતિન ગડકરી હાજર રહ્યાં છે.

ઢંઢેરા દરમિયાન મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ શાસિત ગુજરાત સરકારે ગુજરાતમાં જે વિકાસની ગાથા લખી છે તે અંગેની એક ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી છે. જેમાં બેટી બચાવો, નિર્મણ ગુજરાત, વાંચે ગુજરાત, સુજલામ-સુફલામ યોજના સહિતની યોજનાઓ અંગે માહિતી આપી હતી.

ઢંઢેરો જાહેર કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી આગામી પાંચ વર્ષ ગુજરાતમાં જે વિકાસ થયો છે અને જે વિકાસ કરવામાં આવશે તે અંગેની બ્લ્યુ પ્રિન્ટ રજૂ કરી છે. આમ તો વર્ષોથી જ્યારે ચૂંટણી સમયે પોતાના સંકલ્પ રજૂ કરવામાં આવતા ત્યારે ચૂંટણી ઢંઢેરો એવો શબ્દ ઉપયોગમાં લેવામાં આવતો પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ તેને સક્લ્પ પત્ર નામ આપ્યું છે. પ્રજા માટે જે કામ કરવાના છે તેને પાર પાડવાનો સંકલ્પ તેમાં લેવામાં આવ્યો છે.

સંકલ્પ પત્રની વિશેષ્ટતા એ છે કે તેમાં અમારા વિઝનની બારિકાઇ છે. આ નવી વાત સમગ્ર દેશ માટે પણ પહેલીવાર છે કે, ગુજરાતમાં ગયા દસ વર્ષમાં પ્રગતિના કારણે એક મોટા નવોદિત મિડલ ક્લાસે આકાર લીધો છે, ગઇકાલની ગરીબીમાંથી તે આ તરફ આવ્યો છે. આવા નવોદિત મધ્યમવર્ગની એક રેખા તૈયાર કરાશે અને તેમની માટે યોજના લાવવામાં આવશે, ગરીબીમાંથી બહાર આવવા તેમણે ઘણો સંઘર્ષ કર્યો છે. તેતી રાહાત આપવામાં આવે તો તે વિકાસની નવી ગાતા લખી શકે છે.

સામાન્ય રીતે યુવા વિકાસ અંગે દરેક પાર્ટીઓ દ્વારા દરેક રાજ્યમાં રજૂ કરવામાં આવે છે, પરંતુ અમે યુથ લેડ ડેવલોપમેન્ટ રજૂ કર્યો છે. સગ્રમ બાબતને વિકાસની નક્કર હકીકતો અને જેના કારણે એક બધી જ વ્યવસ્થનું સશ્કતિકરણ થાય, બધી વ્યવસ્થાનું પોતે સમર્થન આપે તેવું સુનિયોજીત માળખું તૈયાર કરાશે. અમને અમારી જવાબદારી સમજ્યા છીએ અને અમને તમામ બાબતો ખબર છે અને તેથી અમે ગંભીરતાથી આ સંકલ્પ લાવ્યા છીએ,મકાનની બાબતમાં અમે મકાનની સાઇઝ વધારી છે. અમે એક રૂપરેખા તૈયાર કરી છે કયા વર્ગને કેટલા મકાન આપવા તે અંગે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ એક કમીટિ બનાવવામાં આવશે, અમને તેમાં ફાવટ આવી ગઇ છે, કોંગ્રેસે જે મકાનો 40 વર્ષમાં બનાવ્યા એ મકાનોને સુધારવાનું કામ પણ હાથમાં લીધું છે. કોંગ્રેસે 40 વ્રષમાં 10 લાખ મકાન બનાવ્યા, જ્યારે અમે છેલ્લા 10 વર્ષમાં 22 લાખ મકાનોનું કામ પૂર્ણ કર્યું છે અને તેથી જ અમે આગામી પાંચ વર્ષમાં 50 લાખ મકાનોની જવાબદારી લઇ રહ્યાં છીએ.

ગુજારતમાં પહેલીવાર છ-છ કરોડ નાગરીકોનો અકસ્માત, મૃત્યુ માટેની સુરક્ષાનો વીમો રાજ્ય સરાકર ઉતારશે, તેવી યોજના કરવામાં આવી છે. અમે સ્પષ્ટ વક્તા છીએ વિશ્વના સમૃદ્ધ દેશોની સ્પર્ધા કરવી હશે તો, દેશે અને ખાસ કરીને ગુજરાતે આ ત્રણ બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે અને તેના પર જોર આપવું પડશે, કામનો સ્કેલ, કામની સ્કીલ અને કામની સ્પીડ. વિશ્વ જે ઝડપથી આગળ વધી રહ્યું છે તેને જોતા, સ્કેલ, સ્કીલ, સ્પીડને વધારવા માટે સુનિયોજીત આયોજન કરવામાં આવ્યું છે.

આ માટે સ્કીલ ડેવલોપમેન્ટ યુનિવર્સિટીની યોજના ઉભી કરવાની છે, જે દેશમાં કદાચ પહેલીવાર છે. યુવાનોને પ્રોત્સાહન આપવા માટે ખેલ મહાકુંભ કર્યા બાદ હવે, સ્પોર્ટ યુનિવર્સીટી, સ્પોર્ટ પોલીસી, યોજનાઓ લઇને આવી રહ્યાં છીએ, ગુજરાત ભારતીય જનતાનો પત્ર, સર્વ વ્યાપી, સર્વપ્રીય, સર્વાગી વિકાસને વણેલો છે. જેમાં, ખેડુતનુ ક્લાયણ કેવી રીતે થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. એ માટે વાઇબ્રન્ટ અને ગ્લોબલ સમિટની જેમ એગ્રીકલ્ચર ફેર દર બે વર્ષે યોજવામાં આવશે જેમા, ટેક્નોલોજી પર વિશેષ ધ્યાન આપવામાં આવશે અને તે દિશામાં ખેડુતોને આગળ વધારવાનો સંકલ્પ છે, દેશમાં અત્યાર સુધી બે શ્વેતક્રાન્તિ હતી, એક દૂધની અને બીજી મીઠાંની હવે ગુજરાતમાં ત્રીજી શ્વેતક્રાન્તિ થશે, કપાસની. ગુજરાતને ફરીથી ટેક્સટાઇલ હબ બનાવવામાં આવશે.

ભાજપે લીધેલા સંકલ્પો

સ્વસ્થ ગુજરાત, સુરક્ષિત ગુજરાત, રોજગારયુક્ત ગુજરાત, નવી ઉર્જા સ્ત્રોતો, ગ્રીન ગુજરાત બનાવાશે, દરેક ઘરમાં પાણી પહોંચાડાશે, વિજ ઉત્પાદન વાધારાશે, ગુજરાતને સૌર ઉર્જામાં વિસ્વસ્તરે સ્થાન અપાવડાવાશે, મુખ્યમંત્રી સમૃદ્ધિ ગૃહ યોજના, 33 હજાર કરોડની યોજના, શહેરી વિસ્તારોમાં છાત્રાલયો, મુખ્યમંત્રી સ્કોલરશીપ, યુવાશક્તિનો સર્વાંગી વિકાસ કરાશે, સ્કિલ ડેવલોપમેન્ટ યુનિવર્સિટી રચાશે, સ્પોર્ટ માટે સર્વગ્રાહી અભિગમ, રાજ્ય સરકાર ગેરન્ટર બનશે યુવાનોને રોજગારી અને લોન માટે, નોકરિયાત મહિલાઓ અને વ્યવસાયી મહિલાઓ માટે આધુનિક મહિલા હોસ્ટેલો બંધાશે, ખેડુતો માટે ખાસ યોજના, ખેડુતોને વ્યાજ દરમાં રાહત, કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકાશે, દરેક જ્ઞાતિને સમૂહ લગ્ન માટે સહયોગ, નવી સ્પેશિયાલિટી હોસ્પિટલો રાજકોટ, સુરત અને વડોદરામાં બનશે નવી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ, કાર્ગો ક્ષમતા વધારીને ત્રણગણી કરાશે, રાજ્ય વ્યાપી વાઇફાઇ, રાજ્યને લોજીસ્ટિક ગેટ વે ટુ ઇન્ડિયા બનાવાશે, અમાદવાદમાં નારી અદાલતો, નાગરીકોના અધિકાર માટે રાઇટ ટુ એક્ટ, માતા વિકાસ માટે અલગ યોજનાઓ, ટેક્સટાઇલ પાર્ક થકી યુવાનોને રોજગારી, ગુજરાતને ફરીથી ટેક્સટાઇલ હબ બનાવાશે, ફરીથી ડેરી ઉત્દોયગ વિક્સાવાશે, વનબંદુ યોજનામાં વધારીને 40 હજાર કરોડ, નાગરિકોનું જીવન ધોરણ ઉંચુ લાવીશું, પ્રવસા ઉદ્યોગ વિકાસને વધારવાનો સંકલ્પ.

English summary
Today bjp declared its manifesto in present of nitin gadkari, arun jaitley, rupala, faldu and chief minister narendra modi, the manifesto called as a sankalp patra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X