For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ દ્વારા એક શાથે બેઠકો પર બોમ્બાર્ડીગ ચૂટણી પ્રચારની કરી શરૂઆત

ભૂપેન્દ્રભાઇ પટેલે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉ. પ્રદ્યુમન વાજાના સમર્થનમાં એક જંગી જાહેર સભાને સંબોધી હતી. સભાની શરૂઆત પહેલાં કોડીનાર શહેરના વિવિધ સમાજના અગ્રણીઓએ રાજ્યના મૃદુ અને મક્

|
Google Oneindia Gujarati News

ભૂપેન્દ્રભાઇ પટેલે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉ. પ્રદ્યુમન વાજાના સમર્થનમાં એક જંગી જાહેર સભાને સંબોધી હતી. સભાની શરૂઆત પહેલાં કોડીનાર શહેરના વિવિધ સમાજના અગ્રણીઓએ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ કોડીનાર શહેર કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસને રામ રામ કરી આદરણીય મુખ્યમંત્રીના હસ્તે ભાજપાનો ખેસ ધારણ કર્યો હતો.

Bhupendra patel

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર વિધાનસભાના ઉમેદવાર ડૉ. પ્રદ્યુમનભાઇ વાજાએ સ્વાગત પ્રવચન અને દેશ અને રાજ્યના ભાજપાના શિર્ષસ્થ નેતૃત્વનો કોડીનાર શહેરના ભાજપાના ઉમેદવાર તરીકે પસંદ કરવા બદલ આભાર માન્યો હતો.ભારતીય જનતા પાર્ટી એ વિકાસને વરેલી પાર્ટી છે, છેવાડાના માનવીની ચિંતા કરવાવાળી પાર્ટી છે. કોંગ્રેસ એ પરિવારવાદ ધરાવતી પાર્ટી છે. આ વખતે લોકતંત્રના મહાપર્વમાં તા. ૦૧લી ડિસેમ્બરે થનાર મતદાનમાં વિકાસની અવિરત યાત્રા ચાલુ રહે તે માટે ૧૦૦ ટકા મતદાન કરવા અપીલ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે જંગી જાહેર સભાને સંબોધતા ભૂપેન્દ્રભાઇ પટેલ જણાવ્યું હતું કે, ચૂંટણી આવે એટલે જાત જાતની વાતો કરવામાં આવશે પણ આપણી સામે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે કરેલ વિકાસની રાજનીતિ અને વડાપ્રધાનશ્રીએ ઉપર વિશ્વાસ મૂકી ભારતીય જનતા પાર્ટીને છેલ્લા ૨૦ વર્ષથી સત્તાના માધ્યમથી સેવા કરવા માટે જનતા પોતાની મંજુરીની મહોર મારે છે. સૌરાષ્ટ્રના દરેક વિસ્તારોમાં પાણીની અછતને દૂર કરવામાં આવી છે.

ભૂપેન્દ્રભાઇ પટેલ વધુમાં જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાનએ ભારત દેશ અને ગુજરાતમાં રોજગારીનું વધુમાં વધુ સર્જન થાય તે માટે વાયબ્રન્ટ ગુજરાત થકી વિદેશી કંપનીઓને દેશ અને ગુજરાતમાં મૂકી રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. માન.વડાપ્રધાનના અથાગ પ્રયત્નો થકી આજે રાજ્ય સૌથી વધુ રોજગારી આપનારૂ રાજ્ય બન્યું છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા છેવાડાના માનવીની ચિંતા કરી રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પુરેપુરો મળી રહે તે માટે પ્રયત્નશીલ રહી છે. ભાજપાનો કાર્યકર ગમે તેવી કુદરતી આફત હોય કે માનવસર્જીત આફત હોય પોતાની જાત અને પરિવારની ચિંતા કર્યા વગર સેવાકાર્યમાં લાગી જાય છે તેનું ઉદાહરણ લેવું હોય તો તે તાજેતરમાં આવેલ કોરોના મહામારી છે. આ મહામારી દરમ્યાન ભાજપાનો દરેક કાર્યકર પોતાની ચિંતા કર્યા વગર રાજ્યમાં ઓછામાં ઓછી જાનહાની થાય તેની ચિંતા કરી જમીની સ્તરે પોતાની તમામ તાકાત કામે લગાડી દિધી હતી.

English summary
BJP started bombarding election campaign on single seats
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X