સરકાર સાંભળો: બોટાદમાં કપાસ ખેડૂતોને નથી મળતા ભાવ

Subscribe to Oneindia News

સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા બોટાદના કોટન યાર્ડ ખાતે ચાલુ સિઝનમાં એક લાખ મણ કપાસની આવક આવી હતી. ત્યારે બોટાદ તેમજ આસપાસના વિસ્તારના ખેડૂતો યાર્ડમાં હરાજી માટે ઉમટી પડ્યા હતા અને યાર્ડ ટેમ્પા તથા ખટારાઓથી ભરાઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષથી યોગ્ય વરસાદના અભાવે ખેડૂતો પૂરતો પાક નહોતા રળી શકયા, પરંતુ આ વર્ષે વરસાદ અને વાતાવરણ અનુકૂળ રહેતા કપાસનું મબલખ ઉત્પાદન થયું છે. જોકે કપાસના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો થોડા નિરાશ થયા હતા.

Botad

ખેડૂતોની અપેક્ષા છે કે, તેમને કપાસના ક્વિન્ટલે 1200 થી 1300 રૂપિયા મળવા જોઈએ, પરંતુ તેમને કપાસના માત્ર 800 થી 950 રૂપિયા જ મળી રહ્યા છે. ખેડૂતોએ પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે બિયારણ, જંતુનાશક, સારા ખાતર પાછળ ઘણો ખર્ચ કરીએ છીએ ત્યારે સારો પાક થયો હોવા છતાં અમને યોગ્ય વળતર મળતું નથી. ખેતીલક્ષી સામગ્રીનો ઘણો ખર્ચ થતો હોવાથી કપાસના ભાવ વધુ મળે તો અમારું આર્થિક ધોરણ સુધરશે.

English summary
Botad : Cotton Farmer facing big problem, not getting proper price, Read more Detail here..
Please Wait while comments are loading...