For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીટીપી નેતા છોટુ વસાવાએ EVM મુદ્દે પીએમ મોદી પર આક્ષેપ કર્યા, જાણો શું કહ્યું?

છોટુ વસાવાની પાર્ટીને બીજેપીને કારણે મોટુ નુકસાન થયુ છે. હવે છોટુ વસાવા હાર માટે ઈવીએમને જવાબદાર ગણાવી રહ્યા છેય

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પોતાનો ગઢ ન બચાવી શકનારા છોટુ વસાવાએ હવે ઈવીએમના ગાંણા ગાવાનું શરૂ કર્યુ છે. આદિવાસી નેતા અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના નેતા છોટુ વસાવા વર્ષોથી સાચવેલી સીટ બચાવવામાં નિષ્ફળ રહેતા રહેતા હવે ઈવીએમને લઈને ફરિયાદ કરી રહ્યા છે.

chhotu vasava

અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં બીજેપીની એકતરફી જીતમાં કોંગ્રેસ સહિતની તમામ વિપક્ષી પાર્ટીઓને મોટુ નુકસાન થયુ છે. ગુજરાતની આદિવાસી સીટ ઝઘડીયાથી જીતતા આવતા છોટુ વસાવા પણ આ વખતે હાર્યા છે. છોટુ વસાવાની રિતેશ વસાવા સામે મોટા માર્જીનથી હાર થઈ છે.

છોટુ વસાવા ગુજરાતના મોટા આદિવાસી નેતા છે. તેમનો આદીવાસી સીટો પર સારો પ્રભાવ છે. જો કે આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ તેમની ઘણી સીટો હારવાનો વારો આવ્યો છે. આ વાવાઝોડામાં છોટુ વસાવા પણ આવી ગયા છે.

હવે છોટુ વસાવાએ કહ્યું કે, દેશમાં ઈવીએમનો વિરોધ થાય અને બેલેટ પેપરથી ચૂંટણી થાય તો જ દેશની પ્રગતિ થશે. હવે છોટુ વસાવા ઈવીએમ પર ઠીકરા ફોડી રહ્યા છે. છોટુ વસાવાએ કહ્યું કે, બની બેઠેલા લોકોથી દેશને ખતરો છે.

અહીં તમને જણાવી દઈએ કે, ગઈ વિધાનસભામાં છોટુ વસાવાની પાર્ટી ભારતીય ટ્રાયબલ પાર્ટીએ બે સીટો જીતી હતી. આ વખતે છોટુ વસાવા તેમનો ગઢ બચાવવામાં નિષ્ફળ રહ્યા છે. આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજેપી સામે કોઈ પાર્ટી બચી શકી નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ નાની મોટી પાર્ટીને નુકસાન થયુ છે.

English summary
BTP leader Chhotu Vasava accused PM Modi on EVM issue, know what he said?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X