For Quick Alerts
For Daily Alerts
આયોજકોએ ગરબામાં ફરજિયાત CCTV કેમેરા લગાવવા પડશે
અમદાવાદ, 15 ઑક્ટોબર: જે તહેવારની માટે યુવાનો કાગાડોળે રાહ જોઇ રહ્યા હોય છે તે નવલી નવરાત્રિ શરૂ થવાના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે ત્યારે શહેરમાં ઠેરઠેર નવરાત્રિના મોટા પાયે આયોજન થઇ રહ્યાં છે. નવરાત્રિ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ગરબાના સ્થળે તેમજ પાર્કિંગમાં ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવાનાઆદેશ આપ્યા છે.
નવરાત્રિ દરમિયાન આતંકવાદી હૂમલા થઇ શકે તેવી માહિતી ગુપ્તચર સંસ્થાઓ દરમિયાન અપાતાં પોલીસ તંત્ર એલર્ટ થઇ ગયું છે. ક્લબો અને પાર્ટી પ્લોટોમાં સીસીટીવી કેમેરા, ડોગ સ્કોડ અને એડિશનલ સિક્યુરિટી ગોઠવવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ શહેરમાં ઘણી મોટી સંખ્યામાં ગરબાના આયોજનો થઇ રહ્યાં છે ત્યારે મોટા આયોજકો કે જ્યાં હજારોની સંખ્યામાં લોકો અને ખેલૈયાઓ ઉપસ્થિત હોય ત્યાં સીસીટીવી કેમેરા લગાવવાનું ફરજિયાત કરી દેવાયું છે. જે જગ્યાએ સીસીટીવી કેમેરા નહીં લગાવાયા હોય તેવા ગરબાના આયોજકોને મંજુરી આપવામાં આવશે નહી.