ગુજરાતમાં હવે ચેન સ્નેચર્સની ખેર નહિ, થશે 10 વર્ષની જેલ

ગુજરાતમાં હવે ચેન સ્નેચર્સની ખેર નહિ, થશે 10 વર્ષની જેલ

અમદાવાદઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાત માટે એક ખા કાયદાને મંજૂરી આપી દીધી છે, જે અંતર્ગત રાજ્યમાં ચેન સ્નેચર્સને 10 વર્ષ સુધીની જેલની સજા થશે. ઉલ્લેખનીય છે કે દેશના અન્ય રાજ્યોમાં આ અપરાધ માટે ત્રણ વર્ષના જેલની સજાનું પ્રાવધાન છે. જો ગુજરાતમાં કોઈ પાસેથી ચેન છીનવે અને આ પ્રક્રિયામાં પીડિતને ઈજા પહોંચાડવાના અપરાધમાં કોઈ દોષી ઠરે છે તો, અપરાધિક કાનૂન (ગુજરાત સંશોધન) કાયદો-2018 અંતર્ગત આરોપીને મહત્તમ 10 વર્ષની કેદ અને 2000 રૂપિયા સુધીના દંડની સજા ફટકારવામાં આવી શકે છે.

crime

ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિએ હાલમાં જ આ કાયદાને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખીય છે કે ગુજરાત વિધાનસભાએ સપ્ટેમ્બર 2018ના રોજ આઈપીસીની કલમ 379માં સંશોધન કરી બે ઉપબંધ આઈપીસી 379 (એ) અને 379 (બી) જોડ્યા હતા તથા આ પ્રકારે સખ્ત સજાનું પ્રાવધાન બનાવ્યું હતું.

ગુજરાતના નવા કાયદા મુજબ કોઈનો ચેન ઝૂટવી લેવાની કોશિશ કરવા પર આરોપીને ઓછામાં ઓછી 5 વર્ષની અને મહત્તમ સાત વર્ષની સજા થશે. પરંતુ અપરાધી જ્યારે ગુનાને અંજામ આપે છે ત્યારે પીડિત જો ઈજાગ્રસ્ત થાય છે તો આરોપીને 10 વર્ષની સજા જરૂર થશે. ત્યારે આવા કડક કાયદાના કારણે હવે ગુજરાતમાં ચેન સ્નેચિંગની ઘટનાઓમાં ઘટાડો આવશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો- ગુજરાત: દલિતો પર 4 વર્ષમાં રેપ-હત્યા અને ઘર સળગાવાના કેસો 35% વધ્યા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X