For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આશ્રમમાં વિદ્યાર્થીઓની હત્યાના કેસમાં આસારામના 7 શિષ્યો વિરૂદ્ધ આરોપ નક્કી કરાયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 26 નવેમ્બર: પોતાનએ ભગવાન સમાન ગણાવનાર ધર્મગુરૂ આસારામ બાપૂની મુશ્કેલીઓ વધતી જાય છે. પહેલાંથી જ જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા આસારામ ગત કેટલાક મહિનાઓથી જેલમાં બંધ છે. તેમના પર તેમના જ આશ્રમમાં 2 વિદ્યાર્થીઓની હત્યાનો આરોપ પણ લાગ્યો હતો. આ આરોપના કેસમાં સ્થાનિક કોર્ટે આસારામના સાત શિષ્યો વિરૂદ્ધ આરોપ નક્કી કર્યા છે. આ સાથે જ આરોપીઓ વિરૂદ્ધ કેસ ચલાવવામાં આવશે.

મુખ્ય ન્યાયિક જજે આસારામના જે શિષ્યો વિરૂદ્ધ આરોપ નક્કી કર્યા છે, તેમાં પંકજ સક્સેના, યોગેશ ભાટી, નીલ કેતન ઉર્ફે ખેતાન, વિકાસ ખેમા, ઉદય સંઘવી, અજય શાહ અને કૌશીક વાણી છે. સાતો આરોપીઓ વિરૂદ્ધ આઇપીસી અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની વિભિન્ન કલમો હેઠળ આરોપ નક્કી કરવામાં આવ્યા છે. બધા આરોપીઓ બાળકોની મોતના સમયે આશ્રમમાં વિભિન્ન પદો પર કાર્યરત હતા.

asaram-bapu-narayan-sai

અત્રે ઉલ્લેખનીય છે કે આસારામના આશ્રમની પાછળ સાબરમતી નદીના કિનારે 5 જુલાઇ 2008ના રોજ 10 વર્ષના દિપેશ વાઘેલા અને તેના 11 વર્ષીય કાકાના દિકરા અભિષેક વાધેલાની લાશ મળી હતી. ત્યાર્બાદ બાળકોના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઇએ કાળા જાદૂના કારણે તેમના બાળકોની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. આ કેસની આગામી સુનાવણી 11 જાન્યુઆરી 2014ના રોજ થશે.

English summary
A local court framed charges against seven disciples of self-styled godman Asaram for causing death by negligence in connection with the death of two boys studying at his ashram near here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X