કોંગ્રેસ કોર્પોરેટની કારમાંથી મળી વિદેશી દારૂની 7 બોટલો

Subscribe to Oneindia News

ગુજરાતમાં દારૂબંધી નો કાયદો કડક છે, પરંતુ આ કાયદાનું પાલન કડક રીતે થાય છે કે કેમ એ અંગે અનેક સવાલો છે. ગુજરાતમાં દારૂની હેરાફેરી અને દારૂના મહેફિલ જમાવતી પાર્ટીઓ પર પોલીસની રેડના સમાચાર અવારનવાર આવતા રહે છે. ફરી એકવાર આવો જ એક મામલો સામે આવ્યો છે અને આ વખતે તેમાં કોંગ્રેસ ના કોર્પોટરનું નામ સંડાવાયું છે.

congress corporator Rajesh Ribadiya

ઉપલબ્ધ માહિતી અનુસાર, ઉના-માંડવી ચેકપોસ્ટ પરથી વિસાવદર ના કોંગ્રેસનો કોર્પોરેટર તથા વિસાવદર નગર પાલીકાના પૂર્વ પ્રમુખ રાજેશ રીબડીયાના દારૂના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડ્યા છે. દીવથી ઉના તરફ જતા માંડવી ચેકપોસ્ટ પાસે રાજેશ રીબડીયાની ગાડીની તપાસ કરવામાં આવી. આ તપાસમાં પોલીસને ગાડીમાંથી વિદેશી દારૂની 7 બોટલો મળતાં પોલીસે તે કબજે કરી રાજેશ રીબડીયાની ધરપકડ કરી છે.

જે ગાડીમાંથી દારૂની બોટલો મળી આવી તે રાજેશ રીબડીયાના ભાઇ અને કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદની હોવાની વાત બહાર આવી છે. આ કારમાંથી પોલીસે 2.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહીં વાંચો - કેશોદ નજીક બાળકના અપહરણનો પ્રયાસ, બાળકનું મૃત્યુ

English summary
Visavadar Congress corporator arrested with 7 liquor bottles at Una-Mandvi check post.
Please Wait while comments are loading...