ગુજરાત: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો નવો પ્રયોગ
ગુજરાતમાં લોકસભાની 26 સીટો પર કોંગ્રેસ પોતાના કેન્ડિડેટ પસંદ કરવા જઈ રહી છે. પરંતુ પહેલીવાર એવું થઇ રહ્યું છે કે કોંગ્રેસ હાઈકમાન પ્રદેશના કોંગ્રેસ કાર્યકર્તાઓને પૂછીને કેન્ડિડેટ ફાઇનલ કરશે.
ગુજરાતમાં લોકસભાની 26 સીટો પર કોંગ્રેસ પોતાના કેન્ડિડેટ પસંદ કરવા જઈ રહી છે. પરંતુ પહેલીવાર એવું થઇ રહ્યું છે કે કોંગ્રેસ હાઈકમાન પ્રદેશના કોંગ્રેસ કાર્યકર્તાઓને પૂછીને કેન્ડિડેટ ફાઇનલ કરશે. જસદણ બાઈ ઇલેક્શનમાં કોંગ્રેસ હાર થયા પછી પણ ફરી ઈલેક્શન મોડમાં આવી ચુકી છે. કોંગ્રેસ આવનારા લોકસભા ચૂંટણીની તૈયારીમાં જોડાઈ ચુકી છે. લોકસભા ક્ષેત્રમાં કાર્ય કરતા કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું છે કે તેઓ તેમના કેન્ડિડેટનું નામ આપે જેઓ ચૂંટણીમાં જીતી શકે છે અને પોતાના વિસ્તારમાં ઘણું ચર્ચિત નામ હોય.
આ પણ વાંચો: સીએમ વિજય રૂપાણીએ 666 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કર્યું

કોંગ્રેસ કેન્ડિડેટ કાર્યકર્તાઓની પસંદનો હોવો જોઈએ
લોકસભા ચૂંટણી એપ્રિલ મહિનામાં થવા જઈ રહી છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવેં એક ઓડિયો સંદેશ મોકલીને કેન્ડિડેટના નામ માંગ્યા. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઈચ્છે છે કે કોંગ્રેસ કેન્ડિડેટ કાર્યકર્તાઓની પસંદનો હોવો જોઈએ કારણકે તે ચૂંટણીમાં કેન્ડિડેટ પાસે ઉભા રહે છે.

કોંગ્રેસે શક્તિ એપ્લિકેશન તૈયાર કરી
ગુજરાતમાં કોંગ્રેસે શક્તિ એપ્લિકેશન તૈયાર કરી છે. આ એપ્લિકેશન કોંગ્રેસને ક્ષેત્રીય અને પ્રદેશમાં સંગઠનને મજબૂત કરવાની શક્તિ આપશે. આ એપ્લિકેશન લોકસભા કેન્ડીડેટને પસંદ કરવામાં અગત્યનું યોગદાન આપશે. કાર્યકર્તાઓ ઘ્વારા આપવામાં આવેલા નામ પર કોંગ્રેસની સમિતિ સર્વે કરાવશે. ત્યારપછી જે ઉમેદવાર સારું પ્રદર્શન કરવાની તાકાત રાખે છે, તેના નામ પર વિચાર કરવામાં આવશે.

ગુજરાત ચૂંટણીમાં ફાયદો
માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસની આ વ્યૂહરચના તેમને ગુજરાત ચૂંટણીમાં ફાયદો કરાવી શકે છે કારણકે અત્યારસુધીમાં કોંગ્રેસે ગુજરાતમાં આ પ્રકારનો પ્રયોગ નથી કર્યો. કોંગ્રેસ કેન્ડિડેટ દિલ્હી હાઈકમાન જ નક્કી કરશે. કોંગ્રેસના પ્રદેશ નેતાઓ પર પાછલી ચૂંટણીમાં આરોપ લાગ્યો હતો કે કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ લોકસભા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી નહીં પરંતુ સોદો કર્યો હતો.












Click it and Unblock the Notifications
