વિધાનસભાની બહાર શંકરસિંહનો આરોપ, PMની છબી ખરડાયેલી છે!

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગર : આજે વિધાનસભા ગૃહમાં વિપક્ષના સભ્યો દ્વારા બેનરો અને પ્લે કાર્ડ બતાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વધુમાં વિધાનસભા ગૃહમાં ચાલુ ગૃહની કાર્યવાહી દરમિયાન વિપક્ષના ધારાસભ્યો દ્વારા નારેબાજી કરવામાં આવતા કોંગ્રેસ ના તમામ ધારાસભ્યોને સાર્જન્ટની મદદથી ગૃહની બહાર કઢવામાં આવ્યા હતા.જે બાદ વિપક્ષ નેતા શંકરસિંહ વાધેલા અને શક્તિસિંહ ગોહિલે દ્વારા મીડિયા સાથે વાતચીત કરવામાં આવી હતી. અને પીએમ નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકાર પર અનેક આક્ષેપ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે એમ.બી.શાહ કમિશન પર કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં આજે બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

sankarsingh

કોંગ્રેસની માંગ હતી કે ગૃહમાં આ રિપોર્ટને રજૂ કરવામાં આવે. આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાધેલાએ કહ્યું કે રાજ્યમાં 1 લાખ કરોડથી પણ વધુ ભષ્ટ્રાચારના કેસ થયાનું તથ્ય અને પુરાવા સાથે 17 મુદ્દાના આવેદન 3 જૂન, 2011માં આપવામાં આવ્યા હતા. જે પર ભાજપે જસ્ટિસ એમ.બી.શાહ કમિશન રચ્યું હતું પણ તેમાંથી 3 મુદ્દા કાઢી નાખવામાં આવ્યા હતા. કમિશન દ્વારા જે બાદ 2013માં અંતિમ અહેવાલ આપી દેવામાં આવ્યો હતો. છતાં ચાર વર્ષથી સરકાર આ અહેવાલને જાહેર નથી કરતી.

Read More : વિધાનસભામાં આજે હંગામા બાદ કોંગ્રેસના તમામ સભ્યોને કરાયા સસ્પેન્ડ

વધુમાં તેમણે એ પણ આશા વ્યક્ત કરી હતી કે તેમનો સરકાર સત્તામાં આવતા તે આ અહેવાલ ગૃહમાં જાહેર કરશે.તો બીજી તરફ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ પણ કહ્યું કે મોદી કેન્દ્રમાં બેસીને કહે છે કે હું ખાતો નથી ખાવા દેતો પણ નથી. પણ આ અહેવાલ જાહેર થતા બધાને એ વાતની ખબર પડી જશે કે મોદી કરોડો ખાય છે અને બીજાને મહેનતનું ખાવા દેતો પણ નથી.

English summary
Congress Protest In Gujarat Assembly Over Justice M B Shah Commission Report.
Please Wait while comments are loading...