For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા 2019 માટે કોંગ્રેસે ઉમેદવારોની શોધખોળ શરૂ કરી

લોકસભા 2019 માટે કોંગ્રેસે ઉમેદવારોની શોધખોળ શરૂ કરી

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી નજીક હોય કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે સ્થાનિક નેતાઓના સલાહ-સૂચન લેવાનું શરૂ કરી દીધું છે. સોમવારે રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા સૌરાષ્ટ્ર-કચ્છના પાર્ટી નેતાઓને મળ્યા. જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકસભાની કુલ સાત સીટ (સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, પોરબંદર, જામનગર, જુનાગઢ અને કચ્છ) છે.

લોકસભા 2019 માટે કોંગ્રેસે ઉમેદવારોની શોધખોળ શરૂ કરી

લોકસભા 2019 માટે કોંગ્રેસે ઉમેદવારોની શોધખોળ શરૂ કરી

લોકસભા ચૂંટણી નજીક હોય કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે સ્થાનિક નેતાઓના સલાહ-સૂચન લેવાનું શરૂ કરી દીધું છે. સોમવારે રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા સૌરાષ્ટ્ર-કચ્છના પાર્ટી નેતાઓને મળ્યા. જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકસભાની કુલ સાત સીટ (સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, પોરબંદર, જામનગર, જુનાગઢ અને કચ્છ) છે.

2014માં બધી સીટ પર હાર સાંપડી હતી

2014માં બધી સીટ પર હાર સાંપડી હતી

ગત લોકસભા ચૂંટણી 2014માં કોંગ્રેસ ગુજરાતની એકેય સીટ પર ખાતું નહોતી ખોલી શકી અને તમામ 26 લોકસભા સીટ પર ભાજપનો વિજય થયો હતો. જો કે વિધાનસભા ચૂંટણી 2017માં કોંગ્રેસે 182માંથી 77 સીટ જીતીને ભાજપની મુશ્કેલી વધારી દીધી હતી, હવે ગણતરીના મહિનાઓમાં જ લોકસભાની ચૂંટણી હોય કોંગ્રેસને આશા છે કે ભાજપ પાસેથી કેટલીક લોકસભા સીટ તેઓ છીનવી લેશે. સોમવારે મિટિંગ દરમિયાન અમિત ચાવડા સૌરાષ્ટ્ર-ક્ચ્છના કોંગ્રેસના એવા બધા ઉમેદવારોને મળ્યા હતા જેઓ લોકસભા 2014માં હાર્યા હતા.

હારેલા ઉમેદવારોની મુલાકાત લીધી

હારેલા ઉમેદવારોની મુલાકાત લીધી

ઉપરાંત અમિત ચાવડા જિલ્લા અને તાલુકા પ્રમુખ તથા આ વિસ્તારના 30 જેટલા ધારાસભ્યોને પણ મળ્યા હતા. પાર્ટીના સૂત્રો મુજબ અમિત ચાવડાએ હારેલ તમામ લોકસભા ઉમેદવાર સાથે અલગ મિટિંગ કરી હતી અને તેમની સંબંધિત સીટ પર પાર્ટીની સ્થિતિ અંગેનો તાગ મેળવી આગામી લોકસભા ચૂંટણીમાં કયા ઉમેદવાર મતદાતાઓને કોંગ્રેસ તરફ ખેંચી શકે છે તે અંગે મંથન કર્યું હતું.

પરેશ ધાનાણી રહ્યા ગેરહાજર

પરેશ ધાનાણી રહ્યા ગેરહાજર

કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશી પણ આ મિટિંગ દરમિયાન હાજર હતા, જેમણે કહ્યું કે, સૌરાષ્ટ્રમાં મિટિંગનો સિલસિલો પૂર્ણ થયા બાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અને બાદમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ આવી જ બેઠક બોલાવવામાં આવશે. જો કે આ બેઠકમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ગુજરાત કોંગ્રેસના જનરલ સેક્રેટરી રાજીવ સતવ હાજર નહોતા રહ્યા. મનિષ દોશી મુજબ પરેશ ધાનાણીના પિતાનું થોડા સમય પહેલા જ નિધન થયું હોય તેઓ બેઠકમાં હાજર ન રહી શક્યા. જ્યારે રાજીવ સતવ સંસદના શિયાળુ સત્રમાં હાજરી આપવા દિલ્હી ગયા હોય આ બેઠકમાં ભાગ લઈ શકે તેમ ન હોવાનું જણાવ્યું.

અંતિમ નિર્ણય કોંગ્રેસ નેતૃત્વ પર

અંતિમ નિર્ણય કોંગ્રેસ નેતૃત્વ પર

મધ્ય પ્રદેશના AICC સેક્રેટરી જીતેન્દ્ર બાઘેલને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પક્ષનાં કાર્ય સોંપવામાં આવ્યાં, જો કે તેઓ પણ આ મિટિંગમાં હાજર નહોતા રહી શક્યા. વધુમાં મનિષ દોશીએ જણાવ્યું કે પરામર્શ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમિત ચાવડા કોંગ્રેસ નેતૃત્વને રિપોર્ટ સબમિટ કરશે, પછી જ ઉમેદવારોની પસંદગી અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

સપ્લાય ઘટતાં ચાલુ વર્ષે દૂધની કિંમતોમાં થશે ભાવ વધારો સપ્લાય ઘટતાં ચાલુ વર્ષે દૂધની કિંમતોમાં થશે ભાવ વધારો

English summary
congress started consultation process to select candidate for loksabha 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X