For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CoronaVirusથી સુરતના હીરા ઉદ્યોગને અસર, 8000 કરોડના નુકસાનની આશંકા

CoronaVirusથી સુરતના હીરા ઉદ્યોગને અસર, 8000 કરોડના નુકસાનની આશંકા

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસને પગલે સુરતના હીરા કારોબારને આગામી બે મહિનામાં 8000 કરોડના નુકસાનની આશંકા છે. ચીનમાં કોરોના વાયરસ ફેલાયા બાદ હોંગકોંગે ઈમરજન્સી ઘોષિત કરી દીધી છે. સુરતના હીરા વ્યાપારી હોંગકોંગને મોટી માત્રામાં હીરા એક્સપોર્ટ કરે છે. જાણકારી મુજબ માર્ચના પહેલા અઠવાડિયા સુધી હોંગકોંગની સ્કૂલ-કોલેજો બંધ રહેશે. આ દરમિયાન ઉદ્યોગો પણ ખરાબ રીતે પ્રભાવિત થવાની આશંકા છે.

હીરા કારોબાર પર પડશે અસર

હીરા કારોબાર પર પડશે અસર

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉંસિલના રીઝનલ ચેરમેન દિનેશ નવાડિયા મુજબ દર વર્ષે સુરતથી હોંગકોંગને લગભગ 50,000 કરોડ રૂપિયાની કિંમતના પૉલિશ હીરા એક્સપોર્ટ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે હોંગકોંગમાં રજા ઘોષિત થવાના કારણે લગભગ 37 ટકા હીરા એક્સપોર્ટ ખતરામાં પડી ગયો છે. હોંગકોંગમાં કાર્યાલય બનાવી કામ કરી રહેલ ગુજરાતી કારોબારી પોતાના દેશ પરત ફરી રહ્યા છે. નવાડિયાએ ચિંતા વ્યક્ત કરી કે હાલાતમાં જલદી સુધારો નહિ આવે તો સુરતનો હીરા ઉદ્યોગ ખતરામાં પડી શકે છે. ઉલ્લેખનીય છે કે કુલ હીરા નિકાસનો 99 ટકા જેટલો ભાગ લગભગ સુરતમાં જ પૉલિશ કરવામાં આવે છે.

8000 કરોડના નુકસાનની આશંકા

8000 કરોડના નુકસાનની આશંકા

અન્ય એક હીરા ઉદ્યોગી પ્રવીણ નાનાવટી મુજબ માર્ચમાં હોંગકોંગમાં થનાર હીરાની પ્રદર્શની રદ્દ થવાના સંકેત મળી રહ્યા છે. આનાથી પણ સુરતના હીરા કારોબારને ઘણું નુકસાન પહોંચશે. નાનાવટીએ જણાવ્યું કે ભારતથી હોંગકોંગને એક્સપોર્ટ થતા હીરા દુનિયાભરમાં મોકલવામાં આવે છે. Coronavirusના કારણે દુનિયાભરમાં હીરા ઉદ્યોગો પ્રભાવિત થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે આખા વર્ષના મેન્યૂફેક્ચરિંગ ટારગેટને નક્કી કરવામાં આવી ચૂક્યો છે અને ઓર્ડર પણ લેવાઈ ચૂક્યો છે. એવામાં જો ઓર્ડર કેન્સલ થાય છે તો હીરા ઉદ્યોગોએ તેની મોટી કિંમત ચૂકવવી પડશે.

Recommended Video

કોરોના વાયરસથી સુરતના હીરા ઉદ્યોગ પ્રભાવિત
મારું સુરત

મારું સુરત

ઉલ્લેખનીય છે કે સુરત પહેલેથી જ કોમર્સિયલ શહેર તરીકે પ્રખ્યાત થયેલું છે. અંગ્રેજોએ પણ પોતાની પહેલી વેપારી કોઠી સુરતમાં જ સ્થાપી હતી. આ શહેર ગાંધીનગરથી 284 કિમીના અંતરે દક્ષિણ ગુજરાતમાં આવેલું છે. આર્થિક રાજધાની મુંબઈ પણ 180 કિમી જ દૂર હોવાથી આ શહેરમાં વ્યાપાર સારા પ્રમાણમાં ફાલ્યો ફૂલ્યો છે. ઈકોનોમિક ટાઈમ્સના અભ્યાસ મુજબ સુરત શહેર 2019-2035 દરમિયાન સૌથી ઝડપી વિકાસ પામશે. 2001થી 2008 દરમિયાન સાત વર્ષમાં સુરતનો GDP ગ્રોથ 11.5 ટકાથી પણ વધુ રહ્યો છે. એટલું જ નહિ 2013માં એન્યૂઅલ સર્વે ઑફ ઈન્ડિયાસ સિટી સિસ્ટમ્સ (ASICS) દ્વારા સુરતને શ્રેષ્ઠ શહેરનો અવોર્ડ પણ પ્રદાન કરવામાં આવ્યો હતો. ભારતના પહેલા સ્માર્ટ આઈટી સિટી તરીકે પણ સુરતને પસંદ કરવામાં આવ્યું હતું

કોરોના વાયરસથી ચીની ડૉક્ટરનું મોત, સૌથી પહેલા આ બીમારીને લઈ સચેત કર્યા હતાકોરોના વાયરસથી ચીની ડૉક્ટરનું મોત, સૌથી પહેલા આ બીમારીને લઈ સચેત કર્યા હતા

English summary
Coronavirus may affect diamond industry of surat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X