For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમીન વિકાસ નિગમની ઓફિસ પર ACBનો દરોડો 55 લાખ જપ્ત

ગુજરાત એસીબી દ્વારા ગુરૂવારે સાંજે દરોડો પાડીને ગુજરાતના ઇતિહાસમાં પ્રમથવાર એક સાથે રૂપિયા 55 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે. જેમાં ક્લાસ વન ઓફિસર કે સી પટેલની અટક કરવામાં આવી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર સેક્ટર-10માં આવેલી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની ઓફિસમાં ગુજરાત એસીબી દ્વારા ગુરૂવારે સાંજે દરોડો પાડીને ગુજરાતના ઇતિહાસમાં પ્રમથવાર એક સાથે રૂપિયા 55 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે. જેમાં ક્લાસ વન ઓફિસર કે સી પટેલના ટેબલમાં તપાસ કરતા તેમાંથી રૂપિયા 40 લાખ મળી આવ્યા હતા અને અન્ય કર્મચારીઓના ટેબલોમાં તપાસ કરતા 15 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. ગુજરાત એસીબીના આસીટન્ટ ડાયરેક્ટર ડી પી ચુડાસમાના જણાવ્યા મુજબ ગુજરાત એસીબીના અધિકારીઓને છેલ્લાં દોઢ માસથી નિયમિત ફરિયાદ મળતી હતી કે જમીન વિકાસ નિગમની ઓફિસમાં જમીન વળતરના કેસમાં નાણાંની માંગણી કરવામાં આવી રહી છે જેના આધારે તપાસ કરવામાં આવી રહી હતી. જો કે ગુરૂવારે એસીબી ચીફ કેશવ કુમાર દ્વારા આશકે 25 એસીબી ઓફિસરની ટીમ તૈયાર કરવામાં આવી હતી અને દરોડો પાડવામાં આવ્યો હતો.

gujarat

જેમાં કે સી પરમારના ટેબલના ખાનામાંથી રૂપિયા 40 લાખ રોકડા મળતા એસીબી અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા અને બીજા 18 જેટલા અધિકારીઓની તપાસ કરતા તેમની પાસેથી પણ 15 લાખની રોકડ મળી આવી હતી. આ નાણાંની ગણતરી કરવા માટે નાણા ગણવાનું મશીન પણ મંગાવવામાં આવ્યું હતુ અને આરબીઆઇના અધિકારીઓની મદદ પણ લેવામાં આવી હતી. એસીબીના સુત્રોએ જણાવ્યું કે આ રકમનો આંક હજુ વધી શકે છે અને તમામ અધિકારીઓના ઘરે પણ તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સરકાર દાવો કરે છે કે ગુજરાતમાં ભષ્ટ્રાચાર નથી પણ એસીબીના આ દરોડાએ સરકારના દાવાની પોલ ઉઘાડી કરી દીધી છે કારણ કે એક ક્લાસ વન ઓફિસર પાસેથી આટલી રકમ હોય તે આ વિભાગમાં અન્ય ઉચ્ચ અધિકારીઓને કેટલી કટકી આપવામાં આવતી હશે.

English summary
Corruption in Gujarat : ACB raid on State Land Development Corporation office seized 55 lakhs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X