દ્વારકાઃ ઈરાની ક્રૂ સાથે કુવૈત તરફ જઈ રહેલ જહાજને કોસ્ટ ગાર્ડે પકડ્યું
દ્વારકાઃ ઈરાની ક્રૂ સાથે કુવૈત તરફ જઈ રહેલ જહાજને કોસ્ટ ગાર્ડે પકડ્યું
દ્વારકાઃ ભારતીય તટરક્ષક બળે ગુજરાતના દ્વારકામાં ઈન્ડોનેશયાના એક જહાજ પર કબ્જો મેળવ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે આ જહાજ પર સવાર કરૂ ઈરાનના હતા અને જહાજની ગતિવિધિઓ સંદિગ્ધ જણાઈ હતી. મામલાની તપાસ ચાલુ છે અને જણાવવામાં આવી રહ્યું છે કે આ જહાજ કુવૈત જઈ રહ્યું હતું. હાલ આ ઘટનામાં વધુ જાણકારીનો ઈંતેજાર છે. અવારનવાર પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી કરતા વહાણોને પણ પકડવામાં આવતાં હોવાની ઘટનાઓ અને સ્મગલિંગની ઘટનાઓ સામે આવતી રહે છે.

કોસ્ટગાર્ડે ગુજરાતમાં સક્રિય રીતે કેટલીક જગ્યાએ ઓપરેશન ચલાવી રાખ્યાં છે. 21 મેના રોજ કોસ્ટ ગાર્ડે પાકિસ્તાનથી આવી રહેલ માછીમારોના વહાણને કબ્જામાં લીધું હતું. જણાવવામાં આવી રહ્યું હતું કે આ વહાણમાંથી કોસ્ટ ગાર્ડને 194 પેકેટ મળ્યાં હતાં જેમાં ડ્રગ્સ હતું. આ ડ્રગ્સની કિંમત 600 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી હતી. ઈન્ટરનેશનલ મેરિટાઈમ બોર્ડર પર કોસ્ટ ગાર્ડના એન્ટી-સ્મગલિંગ ઓપરેશન અંતર્ગત કેટલાય પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે.
આ પણ વાંચો- બિલકિસ બાનો કેસઃ રિટાયરમેન્ટના ઠીક એક દિવસ પહેલા ગુજરાતના આ IPS અધિકારી ડિસમિસ












Click it and Unblock the Notifications
