ડીસામાં પીએમ નરેન્દ્ર મોદીના ભાષણના મહત્વના પોઇન્ટ

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બનાસકાંઠાના ડીસા ખાતે બનાસ ડેરી દ્વારા 350 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ચીઝ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધી હતી. નોંધનીય છે કે મોટી સંખ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળવા માટે લોકોએ હાજરી આપી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના મહત્વના અંશો વાંચો અહીં...

Read also: Live: મોદી હું તમારી વચ્ચે આ ધરતીના સંતાન તરીકે આવ્યો છું!

મજામાં છો ?: મોદી

મજામાં છો ?: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણની શરૂઆત મજામાં છો કહીને કરી હતી. જેને હાજર જનમેદનીએ સહર્ષે તાળીઓ સાથે સ્વીકારી હતી. જે બાદ પીએમએ બનાસકાંઠામાં શ્વેતક્રાંતિ લાવનાર ગલબાભાઇ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે બનાસકાંઠા દુકાળગ્રસ્ત વિસ્તાર હોવાના કારણે લાંબા સમયથી હાડમારી વેઠે છે. પણ શ્વેતક્રાંતિના કારણે આ વિસ્તારની આર્થિક સ્થિત સુધરી છે.

શ્વેત ક્રાંતિ પછી સ્વીટ ક્રાંતિ

શ્વેત ક્રાંતિ પછી સ્વીટ ક્રાંતિ

બનાસ ડેરીના આ કાર્યક્રમ સાથે જ પીએમ મોદીએ બનાસ ડેરીના મધ પ્રોજેક્ટને પણ લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે તેમને જણાવ્યું હતું કે શ્વેત ક્રાંતિ પછી ગુજરાતભરના ખેડૂતો મધ વેચાણ કરી સ્વીટ ક્રાંતિ લાવે. જેથી કરીને ખેડૂતોની આવક વધી શકે.

બનાસકાંઠાના વખાણ

બનાસકાંઠાના વખાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના વખાણ કરતા કહ્યું હતું કે બનાસકાંઠાનું નામ આજે દુનિયાભરમાં તેની બટાકાની પેદાશના કારણે જાણતું થયું છે. વધુમાં તેમણે જણાવ્યું કે અહીંની બહેન અને માતાઓએ શ્વેતક્રાંતિ સર્જીને ઇતિહાસ બનાવ્યો છે.

નોટબંધી

નોટબંધી

નોટબંધી પર મોદીએ વિપક્ષ પર આકરી ટીકા કરી હતી. જનસભાને સંબોધતા મોદીએ કહ્યું કે પહેલા 100, 50 રૂપિયા અને નાના માણસોની કોઇ કિંમત નથી. નોટબંધી પછી 100 રૂપિયાની કિંમત વધી છે. તેમણે કહ્યું કે મે પહેલા પણ કહ્યું છે અને હજી પણ કહું છું કે નોટબંધીનો આ નિર્ણય કપરો છે.

લોકોનો આભાર માન્યો

લોકોનો આભાર માન્યો

જો કે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાનો આભાર માન્યો તેમણે કહ્યું કે વિપક્ષ દ્વારા ભડકાવવા છતાં પણ જનતાએ મને સાથે આપ્યો. તે માટે હું જનતાનો આભારી છું.

રાજનીતિ પહેલા રાષ્ટ્રવાદ

રાજનીતિ પહેલા રાષ્ટ્રવાદ

વિપક્ષ પર આક્ષેપ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિપક્ષે નોટબંધી પર રાજનીતિ કરવા પહેલા રાષ્ટ્રવાદને પ્રાધાન્ય આપવું જોઇએ. તેમણે જણાવ્યું કે નકલી નોટો આતંકીઓની તાકાત વધારે છે. માટે નોટબંધીનો આ નિર્ણય ખૂબ જ જરૂરી હતો.

English summary
Deesa: Pm Narendra modi speech main points, read here.
Please Wait while comments are loading...