ડીજી વણઝારાને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મળી ક્લિનચીટ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતના બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં આજે મુંબઇ કોર્ટે નિવૃત્ત આઇપીએસ અધિકારી ડી.જી. વણઝારાને ક્લિનચીટ આપી છે. સાથે જ આઇપીએસ અધિકારી દિનેશને પણ દોષ મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. જો કે આ પહેલા અનેક વાર ડીજી વણઝારા આ કેસમાં પોતે આરોપી નથી તેવું કહી ચુક્યા છે ત્યારે આજે કોર્ટે દ્વારા પણ તેમને ક્લિનચીટ આપવામાં આવતા તેમના પરિવારમાં ખુશી છવાઇ ગઇ છે.

DG Vanzara

નોંધનીય છે કે વર્ષ 2012માં ગુજરાતની આ એન્કાઉન્ટરનો કેસ મુંબઇ લઇ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અને આ કેસમાં 2014માં અમિત શાહને પણ આરોપ મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. અને તે પછી આઇપીએસ અધિકારી રાજકુમાર પાંડિયાનને પણ આરોપ મુક્ત કરવામાં આવ્યા. જે બાદ મંગળવારે મુંબઇની સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે વણઝારાને પણ દોષમુક્ત જાહેર કર્યા છે.

English summary
DG Vanzara and Dinesh MN discharged in Sohrabuddin Sheikh encounter case by special CBI court in Mumbai.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.