શું કોઇ આ દિવ્યાંગ શૂટરની મદદ કરશે? કે પછી તેના સપનાં અધૂરા રહેશે

Posted By:
Subscribe to Oneindia News

વડોદરામાં રહેલા દિવ્યાંગ ઇલીયાસ વ્હોરાની 18મી ફેબ્રુઆરીએ યુનાઇટેડ આરબ અમીરાતમાં થનારી પેરા શૂટિંગ વર્લ્ડ કપ સ્પર્ધામાં પસંદગી કરાઇ છે. દેશના 10 પેરા શૂટર્સમાંથી ગુજરાતમાંથી ખાલી ઇલીયાસ ભાઇની જ પસંદગી થઇ છે. નોંધનીય છે કે દિવ્યાંગ શૂટર ઇલીયાસ વ્હોરાએ અત્યાર સુધીમાં રાષ્ટ્રીય સ્તરની 2 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મળી ચૂક્યા છે. ત્યારે એક બાજુ જ્યાં પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં ભાગ લેવાનો અવસર મળવાની વાતે ઇલીયાસભાઇ ખુશ છે ત્યાં જ હકીકત તે પણ છે કે તેમને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જે આર્થિક મદદની જરૂર છે તે માટે તેમની મદદ કરવા માટે કોઇ નથી.

ઇલીયાસભાઇએ આ અંગે ગુજરાત સરકારની પણ મદદ માંગી છે. અને પ્રચાર માધ્યમોમાં પણ તેમને આ અંગે સહાક કરવાની વાત જણાવી છે. પણ તેમ છતાં સરકાર કે અન્ય કોઇ સંગઠન દ્વારા તેમને હજી સુધી કોઇ મદદ નથી પહોંચી. ત્યારે જો યોગ્ય સમય તેમને મદદ નહીં મળે તો ઇલીયાસભાઇને તેમના સપનાંને અધૂરા છોડવાનો જ વારો આવશે તેવું તેમણે જણાવ્યું હતું. ત્યારે શું ગુજરાત સરકાર કે કોઇ અન્ય સંસ્થા વડોદરાના છાણી જકાત નાકા તરુણ નગર સોસાયટીમાં રહેતા દિવ્યાંગ ઇલીયાસભાઇની મદદ માટે આગળ આવશે?

English summary
Ilyas Vohra, the Divyang rifle shooter in Vadodara, is the only shooter from Gujarat to be selected for Para Shooting World Cup to be held from February 18-28 in Ul-Aain, UAE. But do he achieve his dream?
Please Wait while comments are loading...