For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાયબ મુખ્યમંત્રીની બાંહેધરી બાદ ઇમરજન્સી સેવામાં જોડાયા ડોક્ટર્સ, વાતચીત નિષ્ફળ

રાજ્ય સરકાર દ્વારા વાટાઘાટોમાં સંભવિત વિક્ષેપના સંકેત બાદ નિવાસી ડોકટર્સે તેમની હડતાળ આંશિક રીતે રદ્દ કર્યાના એક દિવસ બાદ ગુજરાતના જુનિયર ડોક્ટર્સ એસોસિએશને બુધવારના રોજ નિવેદનમાં જણાવ્યું હતું.

|
Google Oneindia Gujarati News

રાજ્ય સરકાર દ્વારા વાટાઘાટોમાં સંભવિત વિક્ષેપના સંકેત બાદ નિવાસી ડોકટર્સે તેમની હડતાળ આંશિક રીતે રદ્દ કર્યાના એક દિવસ બાદ ગુજરાતના જુનિયર ડોક્ટર્સ એસોસિએશને બુધવારના રોજ મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમને ગુરુવારથી તેમની હડતાલ ફરી શરૂ કરશે.

મંગળવારના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખાતરી આપી હતી કે, જો નિવાસી ડોકટર્સનો વિરોધ બિનશરતી રીતે પાછો ખેંચવામાં આવે તો, સમસ્યાઓ અને ફરિયાદોને ઉકેલવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે, બુધવારના રોજ 'અમારી યોગ્ય માંગણીઓ અંગે સકારાત્મક પ્રતિભાવ' સાથે જુનિયર ડોક્ટર્સ એસોસિએશને સરકારના આ પગલાને આવકાર્યો હતો.

Doctors

વિરોધ કરનારા નિવાસી ડોકટર્સ બુધવારના રોજ આંશિક રીતે કોરોના અને ટ્રોમા સેન્ટર્સ પર ઇમરજન્સી સેવાઓ માટે ફરજ પર જોડાયા હતા, જો કે, તેમને સામાન્ય વોર્ડમાં ફરજ માટે જોડાવવાનો કરવાનો ઇન્કાર કર્યો હતો.

JDA દ્વારા આપવામાં એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, JDAએ આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે અને સરકારી મેડિકલ કોલેજીસના વરિષ્ઠ અધ્યાપકો સાથે બેઠક કરી હતી. જો કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા.

JDAના તમામ છ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી

આ બેઠક દરમિયાન JDAના તમામ છ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ સરકારી અધિકારીઓ માત્ર એક જ માંગણી સાથે આંશિક રીતે સંમત થયા હતા, જે બોન્ડની સમાન વરિષ્ઠ રહેઠાણ પર વિચારણા કરી રહી છે, તે પણ માત્ર 2018 બેચ માટે (તાજેતરની પાસ આઉટ બેચ). અમે સરકાર પાસેથી વધુ સારા પ્રતિસાદની અપેક્ષા રાખતા હતા કે, 2019 અને 2020ની બેચનો પણ સમાવવામાં આવશે અને તેથી અમે આજે ઇમરજન્સી અને કોવિડ સેવાઓ શરૂ કરવા સહમત થયા હતા, પરંતુ સરકારી અધિકારીઓ અમારી એક પણ માંગણી સાથે પૂર્ણપણે રાજી થવા તૈયાર નથી, તેથી અમે આજે સવારે 8 વાગ્યાથી (12/08/21) કટોકટી અને કોવિડ સેવાઓ બંધ કરી રહ્યા છીએ અને તમામ માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે.

Doctors

દ્વિપક્ષીય ચર્ચા માટે બેઠક બોલાવવામાં આવી

બી જે મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ, એસોસિએશનના પ્રતિનિધિઓને બુધવારની રાત્રે 10 કલાકે મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસ દ્વારા ડૉ નીતિન વોરા(જીએમસી પ્રમુખ, ડીન જીએમઈઆરએસ સોલા) ડો જે વી મોદી (અસારવા સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ) અને ડૉ. પ્રણય શાહ, (બીજેએમસીના ડીન) સાથે દ્વિપક્ષીય ચર્ચા માટે બેઠક બોલાવવામાં આવી હતી.

JDAના જણાવ્યા અનુસાર હોસ્પિટલ અને મેડિકલ કોલેજના સંચાલકોએ 10 ઓગસ્ટના રોજ નિવાસી ડોક્ટર્સને ખાતરી આપી હતી કે, તેમના મુદ્દાઓ બુધવારના રોજ એક બેઠકમાં આરોગ્ય મંત્રી નીતિન પટેલ સમક્ષ વિચારણા માટે રજૂ કરવામાં આવશે.

આરોગ્ય વિભાગ તરફથી સંતોષકારક લેખિત આદેશો સુધી હડતાલ ચાલુ રહેશે

એસોસિએશન દ્વારા 10 ઓગસ્ટના રોજ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે,દર્દીઓના સદ્દભાવના અને અમારી મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ કમિટીમાં વિશ્વાસ છે. અમે 11/8/21 સવારે 9 કલાકથી અમારી કોવિડ અને ઇમરજન્સી સેવાઓ(ટ્રોમા સેન્ટર) ફરી શરૂ કરવાનું નક્કી કર્યું છે. આરોગ્ય વિભાગ તરફથી સંતોષકારક લેખિત આદેશો સુધી હડતાલ ચાલુ રહેશે.

રેસિડેન્ટ ડોક્ટર્સે પણ હવે તેમની માંગમાં સુધારો કર્યો છે અને માંગ કરી છે કે, ત્રણ વર્ષના અનુસ્નાતક શિક્ષણ પૂર્ણ થયા બાદ એક વર્ષનો તેમનો રહેવાનો સમયગાળો ફરજિયાત તબીબી બોન્ડ સેવાના ભાગ તરીકે ગણવામાં આવે. જેડીએ અને બીજેએમસીના પ્રતિનિધિએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં રેસિડેન્સી સમયગાળો બોન્ડ સેવાના ભાગ તરીકે ગણવામાં આવે છે અને અમે પણ તે જ ઈચ્છીએ છીએ.

જામનગરની એમપી શાહ સરકારી મેડિકલ કોલેજના ડીનની કચેરી દ્વારા મંગળવારના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, નિવાસી ડોકટર્સને ટેકો આપતા હડતાલમાં જોડાયેલા મેડિકલ ઈન્ટર્નને તેમની ફરજ પર તાત્કાલિક હાજર રહેવા કહેવામાં આવે છે. અન્યથા તેમની ઇન્ટર્નશિપ અવધિ લંબાવવામાં આવશે. જે બાબત દરેક ઇન્ટર્ન દ્વારા ગંભીરતાથી લેવી જોઈએ. આ પરિપત્રની નકલ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ કચેરીને પણ મોકલવામાં આવી છે.

English summary
A day after the resident doctors partially canceled their strike following indications of possible disruption in negotiations by the state government, the Gujarat Junior Doctors Association said in a statement late on Wednesday night that they would resume their strike from Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X