For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાકરાપારમાં પીવાનું પાણી પહોંચાડવા યુદ્ધના ધોરણે કામગીરી

|
Google Oneindia Gujarati News

kakrapar
સુરત, 10 એપ્રિલ : કાકરાપાર જમણાકાંઠા મુખ્ય નહેરની આર.ડી. 53.654(સાંકળઃ 16.357 કિ.મી) પર વરે નદી પર આવેલી કેનાલ સાયફનના ત્રણ બેરલોમાં તા. 26 માર્ચ, 2013ના રોજ ભંગાણ પડવાથી મુખ્યી નહેર બંધ કરવામાં આવી હતી. તા. 7 એપ્રિલ, 2013થી સારા બે બેરલોમાં તબક્કાવાર પાણી વહેવડાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

જેમાં મહત્તમ 1000 ક્યુસેક્સનો પ્રવાહ વહેવડાવી શકાય તેમ છે.તારીખ 27મી માર્ચથી નહેરોમાં પાણી બંધ થવાથી સમગ્ર કમાન્ડસમાં સિંચાઈ માટે પીવાના પાણી માટે તથા ઔદ્યોગિક એકમોમાં પાણીની માંગણી વધી છે. જે 1000 ક્યુસેક્સના મળતા પ્રવાહથી એક સાથે સંતોષી શકાય તેમ નથી.

આ માંગણીઓને આધારે તારીખ 7 એપ્રિલના રોજ પાણી પુરવઠા, જળસપત્તિ વિભાગના રાજ્યમંત્રી નાનુભાઈ વાનાણીની અધ્યક્ષતામાં ઓલપાડના ધારાસભ્યત મુકેશ પટેલ, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ તથા સિંચાઇ વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં નક્કી થયા પ્રમાણે રોટેશન કાર્યક્રમ જાહેર વિજ્ઞપ્તિ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. દરેક નહેરો પૂર્ણ ક્ષમતાએ વહેવડાવી શકાય તેમ ન હોવાથી મશીન દ્વારા લીફટ કરી સહકાર આપવા સૌ સિંચાઈકારોને વિનંતી કરવામાં આવી છે.

હાલમાં ભંગાણ થયેલી ત્રણ બેરલના સમારકામની કામગીરી, છઠા નવા બેરલની કામગીરી યુધ્ધંના ધોરણે શરૂ છે. તથા હાલમાં વૈકલ્પિક વ્યવસ્થામાં 2100 એમ.એમ.ની પાંચ લાઈન પાઈપો કામચલાઉ ધોરણે નાંખી તેમાંથી આશરે વીસ દિવસમાં સિંચાઈકારોને વધુ 900 ક્યુસેક્સનો લાભ મળી રહે તેવી વ્યાવસ્થાક કરવામાં આવી રહી છે. ભંગાણ થયેલી બેરલના રીપેરીંગ માટે તેમજ સિંચાઈકારોને સત્વરે સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે તમામ પ્રયત્નોં કરવામાં આવી રહ્યાં છે.

English summary
Drinking water supply work on progress in Kakrapar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X