વસીમ અને નઈમની પૂછપરછમાં થયા આ ચોંકાવનારા ખુલાસા

Subscribe to Oneindia News

ગુજરાત ATSએ ISIS જોડે સંપર્ક ધરાવતા આતંકી ભાઈઓની ધરપકડ કરી હતી, એક રાજકોટ અને બીજાની ભાવનગર ધરપકડ કરી હતી, ATS દ્વારા બંનેના રિમાન્ડ માટે કોર્ટ માં રજુ કરાયા હતા કોર્ટે ૧૦ દિવસના મંજુર કર્યા હતા જેમાં ATSએ ૧૦ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથધરી છે હાલ સુધી આતંકીઓએ મોટા ખુલાસા કર્યા છે.

Read also:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ માટે ગુજરાતીની મુલાકાતે, જાણો કાર્યક્રમ

સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ ATSએ ઝડપેલા બંને આતંકીઓએ પૂછપરછમાં મોટા ખુલાસા કર્યા છે બંને આતંકીઓ અમદાવાદના 9 લોકોના સંપર્કમાં હતા,સોશિયલ સાઈટમાં મારફતે અમદાવાદ અને રાજકોટ ના સંપર્કો હોવાનું ખુલ્યું છે અને તમામ 9 લોકોના ISIS ના સંપર્કમાં હોવાનું ખુલ્યું છે. આતંકી વસીમ સાથે તમામ 9 લોકોએ સંપર્કમાં હોવાનું ખુલ્યું છે. ત્યારે આ મામલે અત્યાર સુધી શું ખુલાસા થયા છે વિગતવાર વાંચો અહીં....

વસીમની પત્ની

વસીમની પત્ની

આતંકી વસિમની પત્નીની શંકાસ્પદ ભુમિકા હોય તેવું જાણવા મળી રહ્યું છે પુરાવાના અભાવે તેની ધરપકડ નથી કરવામાં આવી, એટીએસે બંને આતંકીઓ સામે UAPA હેઠળ ગુનો નોંધ્યો છે, એનઆઈએ સહીતની 8 જેટલી નેશનલ એજન્સીઓ આપવારા સમયમાં ગુજરાત આવશે. વધુમાં ATSને વસિમના લેપટોપમાથી વધુ પુરાવા મળે તેવી શક્યતા છે નઈમના લેપટોપને એફએસએલમા મોકલી આપવામાં આવ્યો છે.

વિદેશી આકા સાથે સંપર્કમાં

વિદેશી આકા સાથે સંપર્કમાં

ગુજરાતની એન્‍ટી ટેરેરિઝમ સ્‍કવોર્ડ (એટીએસ)એ રાજકોટ અને ભાવનગર માંથી ISISના બે આતંકીઓને ઝડપ્યા, આતંકીઓ ચોટીલામાં ધાર્મિક સ્થળે બ્લાસ્ટ કરવાના હતા બલાસ્‍ટ કરવાની યોજના બનાવી રહેલા આઈએસના બે ત્રાસવાદીઓની ધરપકડ કરી લીધી છે. આ બંને સગા ભાઈ છે અને સોશિયલ મિડિયા મારફતે તેમના વિદેશમાં રહેલા આઈએસના આકાઓ સાથે સીધી રીતે સંપર્કમાં હતા. તેમની પાસેથી બોંબ બનાવવાની સામગ્રી પણ કબજે કરવામાં આવી છે.

વિદેશ ભાગવાની ફિરાક

વિદેશ ભાગવાની ફિરાક

બંને ભાઈઓ તેમના કાર્યોને અંજામ આપી વિદેશ ભાગી જવાના ફિરાકમાં હતા જેને લઇ તેમને કોના દ્વારા મદદ કરવામાં આવવાની હતી તે અંગે તપાસ હાથધરી છે. નોંધનીય છે કે આ બન્ને ટેકનિકલ નિષ્‍ણાત છે અને છેલ્લા એક વર્ષથી સોશિયલ મિડિયા પર સક્રિય હતા.

બુરખો પહેચી કરતા ચેટ

બુરખો પહેચી કરતા ચેટ

બંને ભાઈ આઈએમઓ એપ્‍લિકેશન દ્વારા વાતચીત કરતા હતા અને સંપર્કમાં રહેતા હતા. આ બંને ત્રાસવાદીઓની ઓળખ વાસિમ અને નઈમ રમોડિયા તરીકે કરવામાં આવી છે. બુરખા પહેરીને વિડિયો ચેટિંગ પણ કરતા હતા. સિરિયા અને ઇરાકમાં બંને ભાઈ સીધા સંપર્કમાં હતા.

શું સામગ્રી પકડાઇ છે?

શું સામગ્રી પકડાઇ છે?

તેમની પાસેથી જે સામગ્રી ઝડપાઈ છે તેમાં ગન પાઉડર, વોલ્‍ટની બેટરી, કોમ્પુટર, પેન ડ્રાઈવ, પ્રતિબંધિત સાહિત્ય અને માસ્ક નો સમાવેશ થાય છે. તેમની સાથે કોણ કોણ સંકળાયેલા છે તેમાં તપાસ ચાલી રહી છે. બંને એક બે દિવસમાં જ બોંબ બ્‍લાસ્‍ટ કરવાના હતા. ભાવનગરમાં સ્‍થિત ફિરદોશ ફ્‌લેટમાંથી નઈમ આરીફ રમોડિયા નામના શખ્‍સને પકડી પડાયો છે. ગુજરાત એટીએસે વહેલી સવારે ઓપરેશન પાર પાડયું હતું. ભાવનગર પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી ન હતી. તેની પાસેથી લેપટોપ, બે મોબાઇલ કબજે કરાયા છે.

માતા-પિતાનું શું કહેવું છે

માતા-પિતાનું શું કહેવું છે

જો કે શરૂઆતમાં આ બન્નેના માતા-પિતા બાળકોની આવી આંતકી પ્રવૃત્તિમાં જોડાયા હોવાની વાત જાણી સ્તબ્ધ હતા. પણ પાછળથી તેમણે આ વાતને નકારી હતી. અને ખોટી રીતે પોતાના બાળકોને ફસાવવામાં આવ્યા હોવાની વાત મીડિયા માધ્યમોમાં કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ન્યાય વ્યવસ્થા તેમના બાળકોને યોગ્ય ન્યાય કરશે. અને તેમના બાળકો જેલમાંથી બહાર પણ છૂટી જશે. તેવી આશા વ્યક્ત કરી હતી.

English summary
During Police interrogation both ISIS agent gave this information. Read here more.
Please Wait while comments are loading...