Countdown : અમદાવાદમાં બે સ્થળે થશે મત ગણતરી, જાણો તમારા વિસ્તાર અંગે

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 6 મે : ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2014 માટે મતદાન પૂરૂ થઈ ગયું છે. ગુજરાતે આ વખતે અપેક્ષા કરતા ભારે મતદાન કર્યું છે. ગત 30મી એપ્રિલે યોજાયેલ લોકસભાની 26 બેઠકોની ચૂંટણી માટે ગુજરાતે 63.31 ટકા મતદાન કર્યુ હતું અને ભારે મતદાન બાદ હવે લોકોને પોતાના મતનું પરિણામ જાણવા માટે પણ ઉત્સુકતા હોય તે સ્વાભાવિક છે.

જોકે આપણી ઉત્સુકતાનો અંત તો 16મી મેના રોજ જ આવશે કે જ્યારે ગુજરાત સહિત દેશ ભરમાં યોજાયેલ ચૂંટણીની મત ગણતરી થવાની છે. ચૂંટણી પંચે હજી બે તબક્કાનું મતદાન બાકી હોવા છતાં જ્યાં-જ્યાં મતદાન પૂર્ણ થઈ ગયું છે, ત્યાં મતોની ગણતરીનો તખ્તો ગોઠવવાનું શરૂ કરી દીધું છે.

ગુજરાતમાં પણ 30મી એપ્રિલે યોજાયેલ મતદાન બાદ હવે મત ગણતરીનુ કાઉંટડાઉન શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે અને તે માટે નાંખવામાં આવેલ મતોની ગણતરીના સ્થળો નક્કી કરી દેવાયાં છે. ગુજરાતમાં 26 બેઠકોની મત ગણતરી માટે કુલ 27 સ્થળો નક્કી કરાયાં છે. તેમાં અમદાવાદમાં બે સ્થળોએ મત ગણતરી યોજાવાની છે. તેમાં અમદાવાદ પૂર્વ બેઠક માટેની મત ગણતરી એલ ડી એંજીનિયરિંગ કૉલેજ-નવરંગપુરા ખાતે યોજાશે, તો અમદાવાદ પશ્ચિમ બેઠક માટેની મત ગણતરીનું સ્થળ ન્યુ કૉમર્સ કૉલેજ બિલ્ડિંગ-ગુજરાત કૉલેજ-એલિસબ્રિજ નક્કી કરવામાં આવ્યું છે.

ચાલો સ્લાઇડર વડે જોઇએ કે કઈ બેઠક માટે કયા સ્થળે મત ગણતરી યોજાશે :

કચ્છ-બનાસકાંઠા-પાટણ-મહેસાણા

કચ્છ-બનાસકાંઠા-પાટણ-મહેસાણા

કચ્છ બેઠકની મત ગણતરી ભુજમાં સિવિલ એન્ડ એપ્લાયડ મેકેનિક્સ બિલ્ડિંગ-ગવર્નમેંટ એંજીનિયરિંગ કૉલેજ ખાતે યોજાશે, તો બનાસકાંઠાની મત ગણતરી પાલનપુરમાં જગાણા ખાતેની સરકારી ઇજનેરી કૉલેજ, પાટણની મત ગણતરી પાટણની કે ડી પોલીટેક્નિક ખાતે યોજાશે. મહેસાણાની મત ગણતરી મહેસાણામાં બેચરાજી રોડ પર ગોપાલક વિદ્યા સંકુલમાં યોજાશે.

સાબરકાંઠા-ગાંધીનગર-અમદાવાદ પૂર્વ-પશ્ચિમ-સુરેન્દ્રનગર

સાબરકાંઠા-ગાંધીનગર-અમદાવાદ પૂર્વ-પશ્ચિમ-સુરેન્દ્રનગર

સાબરકાંઠાની મત ગણતરી હિમ્મતનગરમાં હડિયોલ ખાતેની સરકારી પોલીટેક્નિક કૉલેજ, ગાંધીનગરની સેક્ટર 15 ખાતેની સરકારી કૉમર્સ કૉલેજ, અમદાવાદ પૂર્વની નવરંગપુરા ખાતેની એલ ડી એન્જીનિયરિંગ કૉલેજ, અમદાવાદ પશ્ચિમની એલિસબ્રિજ ખાતેની ગુજરાત કૉલેજ તથા સુરેન્દ્રનગર બેઠકની મત ગણતરી એમ પી શાહ આર્ટ્સ એન્ડ સાઇંસ કૉલેજ ખાતે યોજાશે.

રાજકોટ-પોરબંદર-જામનગર-જૂનાગઢ-અમરેલી

રાજકોટ-પોરબંદર-જામનગર-જૂનાગઢ-અમરેલી

રાજકોટ બેઠકની મત ગણતરી કાલાવડ રોડ ખાતે આવેલ સરકારી ઇજનેરી કૉલેજ, પોરબંદરની સરકારી પોલીટેક્નિક કૉલેજ, જામનગરની ઉદ્યોનગર ખાતે આવેલ બીબીએ/એમબીએ કૉલેજ, જૂનાગઢની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા અમરેલીની શ્રી પ્રતાપરાય આર્ટ્સ કૉલેજ ખાતે મત ગણતરી યોજાશે.

ભાવનગર-આણંદ-ખેડા-પંચમહાલ

ભાવનગર-આણંદ-ખેડા-પંચમહાલ

ભાવનગરની મત ગણતરી વિદ્યાનગર ખાતે આવેલ સરકારી ઇજનેરી કૉલેજ ખાતે હાથ ધરાશે. આણંદની મત ગણતરી વલ્લભવિદયાનગર ખાતેની બીજેવીએમ કૉમર્સ કૉલેજ તથા નલિની અરવિંદ એન્ડ ટી વી પટેલ આર્ટ્સ કૉલેજ એમ બે સ્થળે યોજાશે. ખેડાની મત ગણતરી નડિયાદ ખાતેની આઈ વી પટેલ કૉમર્સ કૉલેજ અને પંચમહાલની ગોધરા ખાતેની સરકારી ઇજનેરી કૉલેજે હાથ ધરાશે.

દાહોદ-વડોદરા-છોટા ઉદેપુર-ભરૂચ

દાહોદ-વડોદરા-છોટા ઉદેપુર-ભરૂચ

દાહોદની મત ગણતરી ઝાલોદ રોડ ખાતેની સરકારી ઇજનેરી કૉલેજ, વડોદરાની નિઝામપુરા ખાતેની પોલીટેક્નિક કૉલેજ, છોટા ઉદેપુરની સરકારી પોલીટેક્નિક તથા ભરૂચની મત ગણતરી કે જે પોલીટેક્નિક ખાતે યોજાશે.

બારડોલી-સૂરત-નવસારી-વલસાડ

બારડોલી-સૂરત-નવસારી-વલસાડ

બારડોલીની મત ગણતરી તાપીના વ્યારા ખાતેની આર પી ચૌહાણ આર્ટ્સ એન્ડ જે કે શાહ તથા કે ડી શાહ કૉમર્સ કૉલેજ ખાતે, સૂરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલૉજી ખાતે, નવસારીની જલાલપોર ખાતેની મહાત્મા ગાંધી ઇંસ્ટીટ્યૂટ ઑફ ટેક્નિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેંટર તથા વલસાડ બેઠકની મત ગણતરી સરકારી ઇજનેરી કૉલેજ ખાતે હાથ ધરાશે.

પેટા ચૂંટણીની મત ગણતરી

પેટા ચૂંટણીની મત ગણતરી

ગુજરાતમાં લોકસભા ઉપરાંત વિધાનસભાની સાત બેઠકો અબડાસા, રાપર, હિમ્મતનગર, વિસાવદર, સોમનાથ, લાઠી અને માંડવીની પેટા ચૂંટણીઓ માટે પણ મતદાન થયુ હતું. તેની મત ગણતરી જે તે લોકસભા મત વિસ્તારમાં જ થશે.

English summary
Election Commission has fixed the counting centers for Lok Sabha Election 2014's polling in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X