For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કર્યુ

આપણો દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને કોઈ પણ લોકશાહી દેશનું મહાપર્વ એટલે ચૂંટણી. ત્યારે એક પણ નાગરિક પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટેની સુચારુ વ્યવસ્થાઓ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. જે અંતર્ગત ચૂંટણી પ્

|
Google Oneindia Gujarati News

આપણો દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને કોઈ પણ લોકશાહી દેશનું મહાપર્વ એટલે ચૂંટણી. ત્યારે એક પણ નાગરિક પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટેની સુચારુ વ્યવસ્થાઓ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. જે અંતર્ગત ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા કર્મયોગીઓ પણ મતદાનની પોતાની ફરજ નિભાવી શકે તે માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનનું આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

vote

આ માટે જિલ્લાના પાંચેય મતવિસ્તારોમાં ચૂંટણી ફરજ સોંપાઈ હોય તેવા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની પ્રક્રિયા યોજાઈ રહી છે. જ્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિર્ભિક અને ન્યાયિક રીતે પાર પડે એ માટે સુરક્ષાની જવાબદારી જેમના પર છે, એવા પાંચેય વિધાનસભા મતવિસ્તારોના પોલીસકર્મીઓ માટે શનિવાર તા.૨૬ નવેમ્બર તથા રવિવાર તા. ૨૭ નવેમ્બરના રોજ ગાંધીનગર એસ.પી. કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં જિલ્લામાં કુલ ૪૦૫૦ મતદારો નોંધાયેલા છે. જેમાંથી આજે શનિવારે સાંજે ૫-૦૦ વાગ્યા સુધીમાં ૩૪-દહેગામમાં ૩૯૬, ૩૫-ગાંધીનગર(દ)માં ૫૯૫, ૩૬-ગાંધીનગર(ઉ)માં ૮૪૬, ૩૭-માણસામાં ૪૫૮ તથા ૩૮-કલોલમાં ૨૬૩ એમ કુલ ૨૫૫૮ પોલીસકર્મીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે બાકી રહેતા પોલીસકર્મીઓ માટે આવતીકાલે રવિવારે પણ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની આ પ્રક્રિયા યોજાનાર છે.

English summary
The employees engaged in election work voted
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X