For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિકને મળ્યા પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ, પોલીસથી જતાવી નારાજગી

હાર્દિકને મળ્યા પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ, પોલીસથી જતાવી નારાજગી

|
Google Oneindia Gujarati News

પાસ કન્વીનર હાર્દિક પટેલે છેલ્લા 5 દિવસથી અનિશ્ચિત કાળ સુધીના અમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. ખેડૂતોના દેવાં માફી અને અનામતની માંગણી સાથે હાર્દિકના આ આંદોલનમાં કેટલાય લોકો જોડાયા છે. ગુજરાતમાંથી જ નહીં પણ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી પણ લોકો હાર્દિકને મળવા માટે આવી રહ્યા છે. આજે જ મધ્ય પ્રદેશના ખેડૂતો હાર્દિકને મળવા માટે આવ્યા હતા.

હાર્દિકને મળવા આવ્યા સંજીવ ભટ્ટ

હાર્દિકને મળવા આવ્યા સંજીવ ભટ્ટ

ગુજરાતના પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટે પણ આજે હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી. આ અંગે ટ્વીટ કરી ખુદ હાર્દિક પટેલે માહિતી આપી હતી. પોતાના ટ્વિટમાં હાર્દિક પટેલે લખ્યું હતું કે "અનિશ્ચિતકાલીન ઉપવાસ આંદોલનના પાંચમા દિવસે પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવભટ્ટ છાવણીમાં ઉપસ્થિત રહ્યા. સંજીવ ભટ્ટે કહ્યું કે પોલીસ પોતાની ઈમાનદારી અને ફરજ ભૂલી રહી છે. ગુજરાતની પોલીસે જનતાનો ભરોસો તોડ્યો છે." આ પણ વાંચો-રામોલ તોડફોડ કેસમાં સેશન્સ કોર્ટે હાર્દિકને આપી મોટી રાહત

હાર્દિકે લગાવ્યો હતો આરોપ

હાર્દિક પટેલે ગતરોજ એક ટ્વિટ કરીને પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી તેને મળવા માટે હજારોની સંખ્યામાં ખેડૂતો અમદાવાદ આવ્યા હતા પણ તેમાંથી માત્ર 20 ખેડૂતોને જ હાર્દિક સાથે મળવા દેવામાં આવ્યા હતા. બાકીના તમામ ખેડૂતોને પોલીસે છાવણીની અંદર આવતાં અટકાવ્યા હતા.

કોંગ્રેસે આપ્યો ટેકો

હાર્દિકે ઉપવાસ શરૂ કર્યો ત્યારથી જ કોંગ્રેસે તો હાર્દિકને પૂરું સમર્થન આપી જ દીધું છે. અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ હાર્દિક પટેલને મળ્યો હતો. ત્યારે 27મી તારીખે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભારત સરકારના પૂર્વ મંત્રી તથા વર્તમાન સાંસદ પ્રફુલ પટેલ પણ હાર્દિકને મળવા ગયા હતા. હાર્દિકે જણાવ્યા મુજબ પ્રફુલ પટેલે કહ્યું હતું કે પોલીસે તેમને પણ અટકાવ્યા હતા. આ પણ વાંચો-ઉપવાસ ન સમેટે તો હાર્દિકને થઈ શકે યૂરિન ઈન્ફેક્શનઃ ડૉક્ટર

મમતા બેનરજીનું સમર્થન

મમતા બેનરજીનું સમર્થન

મારા ઘરને પોલીસ છાવણીમાં ફેરવી નાખ્યુંઃ હાર્દિકમારા ઘરને પોલીસ છાવણીમાં ફેરવી નાખ્યુંઃ હાર્દિક

English summary
ex ips sanjiv bhatt met hardik patel, he expressed his disappointment with gujarat police.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X